નવા વર્ષે ફિક્સ પગારદારોને સરકાર આપી શકે છે ભેટ, જાણો
બીજી બાજુ કોંગ્રેસે યુવા રોજગાર નીતિની જાહેરાત કરી હતી. જેમાં વચન આપવામાં આવ્યું હતું કે, જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા તેમને ચૂંટશે તો તમામ ફિક્સ પગારદારોને કાયમી કરાશે.
ગુજરાત હાઈકોર્ટે પણ ફિક્સ પગારદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. હાલમાં સુપ્રીમમાં આ કેસ પડતર છે.
આગામી વિધાનસભા 2017-ની ચૂંટણીને અનુલક્ષી યુવાનોને આકર્ષવા માટે સરકારે ફિક્સ પગારદારોને કાયમી કરવાની તૈયારી આદરી છે. જોકે સરકારના સૂત્રો આ બાબતે હજુ સત્તાવાર રીતે સમર્થન આપતાં નથી.
અમદાવાદઃ ચૂંટણી હવે નજીક હોય રાજ્ય સરકાર 70 હજાર જેટલા ફિક્સ પગારદારોને આકર્ષવા માટે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કાયમી કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. 5થી 8 હજાર વચ્ચેના ફિક્સ પગારદારોની સિનિયોરિટી કઈ રીતે નક્કી કરવી તે અંગે હાલ મડાગાંઠ ચાલી રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.