Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
રાજકોટ પાસે કાર ટ્રક સાથે ટકરાઈ અને કારમાંથી ઉડી 500 ને 1000ની નોટો, જાણો રોડ પર વેરાયા કેટલા રૂપિયા?
ઈન્ડીયન બેન્કના મેનેજર રૂા. 500 અને 1000 ના દરની કુલ રૂા. 39,50,000 ની નોટો લઈને જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને પૈસા ભરેલી પેટી રસ્તા ઉપર પડી ગઈ હતી અને નોટો હવામાં ઉડી હતી. કેટલાક સેવાભાવિઓએ આ નોટો એકત્રીત કરીને બેન્કના અધિકારીઓને પરત તો આપી દીધી પરંતુ ગણતરી દરમિયાન 3,10,000 ની રકમની ઘટ આવતા હવે સવાલ એ થાય છે કે, આ નોટ હવામાં ઉડી ગઈ કે કોઈ લઈ ગયું ω તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારની ડેકીમાં રાખેલી લોખંડની પેટી તૂટી જતાં રૂા. 39,50,000 ની રકમ રસ્તા ઉપર પડી ગઈ હતી અને ઉડવા લાગી હતી. જો કે 10 થી 15 જેટલા લોકો ત્યાં દોડી આવ્યા હતા તેમણે આ નોટો એકત્રીત કરીને પોટલું વાળીને સેકન્ડ ઈન્ચાર્જ મેનેજર અસમુનભાઈને આપી દીધું હતું ત્યારબાદ આ પૈસાની ગણતરી કરતા તેમાં 3 લાખ 10 હજાર જેવી રકમ ઓછી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મેનેજર વિજય મીનાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં મેનેજર અને ડ્રાયવર જય સોલંકીને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરની ઈન્ડીયન બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજય ઓમપ્રકાશ મીના સ્વીફ્ટ કાર લઈને તેમના ડ્રાઈવર જય સોલંકી સાથે રૂા. 500 અને 1000ના દરની નોટો રાજકોટ ખાતે આવેલી ઈન્ડીયન બેન્કમાં જમા કરાવવા માટે જઈ રહ્યા ત્યારે આગળ જઈ રહેલી કારને ઓવરટેક કરવા જતા હતા તે દરમિયાન એ કારનું બારણું લાગતા ગાડી પલ્ટી મારી ગઈ હતી તો સામી તરફથી ટ્રક આવતો હોય તે ટ્રક રસ્તા ઉપરથી નીચે ઉતરી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.
રાણાવાવ: પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ફર થયેલા એક અકસ્માતમાં ઇન્ડિયન બેન્કના મેનેજર અને ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. રાણાવાવ નજીકના વડવાળા ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત સમયે કારમાં 39,50,000ની રોકડ રકમ ભરેલી પેટી તૂટીને બહાર આવી જતા 500 અને 1000 રૂપિયાના દરની નોટો રસ્તા પર ઉડી હતી. કેટલાક લોકોએ માનવતા દાખવીને આ નોટો ભેગી કરી હતી તેમ છતાં 3,10,000ની રકમ ગુમ થઈ હોવાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -