ફી નિયમન મુદ્દે શાળા સંચાલોક અને સરકાર વચ્ચે મહત્ત્વની બેઠક, મુખ્યમંત્રી શિક્ષણમંત્રી રહેશે હાજર
ઉપરાંત કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફીનું જે કંઇ ધોરણ નક્કી કરવામાં આવ્યું છે તે તમામ શાળાઓને માન્ય રાખવું જ પડ઼શે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલ ચુકાદામાં એવું સ્પષ્ટપણે જણાવાયું હતું કે ફી અંગેની કોઇ પણ સમસ્યા અંગે વાલીઓએ કે શાળા સંચાલકોએ કોર્ટની બેન્ચ સમક્ષ આવીને રજૂઆત કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFRC (Fee Regulatory Committee) મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે વાલીઓને મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે FRC દ્વારા નક્કી કરાયેલી ફીને યોગ્ય ઠેરવી છે. સાથે એમ પણ કહ્યું કે શાળાઓ FRCએ જે ફી નક્કી કરી હશે તેનાંથી વધુ ફી હવે નહીં ઉઘરાવી શકે અને જો વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી હશે તો તે ફી વાલીઓને પરત આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ફી નિયમનને લઇને વાલીઓ અને શાળા સંચલકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા પોતાની મરજી મુજબ ફી વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચૂડાસમા હાજર રહેશે. આ બેઠકમાં પુરક અને ઈત્તર પ્રવૃત્તિઓના ફી ધોરણને લઈને ચર્ચા કરવામાં આવશે. શાળા સંચાલકો સાથે ચર્ચા-વિચારણ બાદ સરકાર અહેવાલ તૈયાર કરશે. જેને આગામી 2 જૂલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અમદાવાદઃ ફી નિયમન બાદ સુવિધા અને ઈતર પ્રવૃત્તિઓના નામે શાળા સંચાલકો લાખો રૂપિયા ફી વસુલી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે શાળા સંચાલકો અને સરકાર વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે. સાંજે 6 કલાકે ગાંધીનગર ખાતે આ બેઠક યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -