નીતિન પટેલ ભાષણ આપવા ઊભા થયા ને ખુરશીઓ ઉછળી, કોણે ઉછાળી ખુરશીઓ? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણમાં બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કરવા આવેલો ત્યારે પણ બે ચાર છોકરા આવી ગયા હતા અને પોલીસ પકડી ગઇ તે પછી મારા પર ફોન શરૂ થઇ ગયા હતા. આવા ધંધા કરવાના. કોઇ રૂપિયો ઉછીનો ના આપે તેવા લોકો નેતાગીરી કરવા નિકળ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ જોરદાર ફટકાબાજી કરતાં દેખાવકારોને જણાવ્યું હતું કે તમારો જન્મ પણ થયો ન હતો અને ગળથૂથી પણ પીધી નહીં હોય ત્યારનો હું પાટીદાર નેતા છું. અમે મહેસાણા અને અમદાવાદમાં યુવાનો માટે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવીએ છીએ અને હજારો છોકરાઓ ભણે છે. કરોડોનો મિકલત કરી છે. તમે શાના આંદોલનો કરો છો.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર, સાંસદ લીલાધર વાઘેલા, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ભરતભાઇ રાજગોર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
પાટણના બગવાડા ચોક ખાતે સાંજે સાડા પાંચ કલાકથી સભા શરૂ થઇ હતી. જેને ગોરધન ઝડફીયા, રણછોડ રબારી વગરેએ સંબોધી અને કલાકારોએ ગીતો ગાઇને કંટાળેલા લોકોને જકડી રાખ્યા હતા. છેક પોણા નવ વાગ્યે યાત્રા આવી હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં પેટા ચૂંટણી ભાજપે જીતી છે અને લોકોએ તેમને તમાચો માર્યો છે. રાહુલ મંદિરે મંદિરે ફરે છે તે માત્ર દેખાડો છે તેવી ઠેકડી ઉડાડી હતી.
નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને દેડકા જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા ક્યાંય જતાં રહેશે, જડશે પણ નહીં તેમ કહીં જોરદાર ફટકાબાજી કરી હતી.
પાટણ: પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ભાષણ આપવા ઉભા થયા કે તરત જ ઓડીયન્સમાં બેઠેલા સાત જેટલા યુવકોએ ‘જય સરદાર’ના નારા લગાવી ખુરશીઓ ઉછાળી હતી. જો કે, પોલીસે દોડી જઇ તરત પકડી લઇ દૂર કરી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -