વાજપેયીજીના અસ્થિનું મંગળવારે ગુજરાતની કઈ છ નદીમાં કરાશે વિસર્જન, જાણો વિગત
ગુજરાતની નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિ.કોર્પોરેશન, સરકારી બોર્ડ નિગમો, વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ અટલજીના અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ શોક પ્રસ્તાવ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટસ પર ઈમેલથી મોકલી આપવા જણાવી દેવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App27મીએ સિદ્ધપુરમાં સરસ્વતી અને ભરૂચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત 25થી 30 ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લા મથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં પણ આવી છે.
અસ્થિ વિસર્જન માટે પણ ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. 21મીએ અમદાવાદમાં સાબરમતી અને સુરતમાં તાપીમાં અસ્થિ વિસર્જન કરાશે જ્યારે 25મીએ સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ અને વડોદરામાં મહીમાં અસ્થિ વિસર્જન કરવા નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 22 ઓગષ્ટે સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4થી 6 દરમિયાન પ્રાર્થનાસભા યોજાશે. આ ઉપરાંત 21મીએ બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર અટલજીના અસ્થિકુંભ પહોંચશે.
અમદાવાદ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિકળશ 21મી ઓગષ્ટે ગુજરાત આવી પહોંચશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઈને અમદાવાદ આવશે તે વખતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 16મી ઓગષ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -