મગફળી કૌભાંડ મામલે આખરે વિપક્ષ સામે ઝૂકી ભાજપ સરકાર, CM રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના અનેક કેસ પાછળ ભ્રષ્ટાચાર થયો હોવાના વિપક્ષના આક્ષેપ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ઉપવાસ બાદ મુશ્કેલીમાં મુકાઇ રાજ્ય સરકારે આખરે મગફળી કૌભાંડની તપાસ માટે તપાસ પંચ નીમવાની જાહેરાત કરી છે.
વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કેટલીક મંડળીઓ દ્વારા મગફળીના કોથળામાં પથ્થર, માટીની ભેળસેળની વિગતો સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં આશરે 10 લાખ મેટ્રીક ટન મગફળીમાંથી અંદાજે પાંચ લાખ મેટ્રીક ટન મગફળી નાફેડ દ્ધારા જાહેર હરાજી કરીને વેચી દેવામાં આવી છે અને હજુ દરરોજ હરાજીથી વેચાણ ચાલુ છે. અત્યાર સુધીમાં મગફળી કૌભાંડ મામલે 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ સહિતના ચાર ગોડાઉનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે શરૂઆતમાં સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. બાદમાં સરકારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પણ તપાસ સોંપી હતી. સરકાર કોઇપણ દોષિતને છોડવાની નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મગફળી કૌભાંડની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે રાઠોડના અધ્યક્ષ સ્થાને કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચની રચવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -