ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓને આપી મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત?
અમદાવાદઃ ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓને મોટી ભેટ આપી છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલમાં વિદ્યાર્નીઓની સ્કૂલ ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે સરકારે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી જેનો અમલ આગામી નવા શૈક્ષણિક સત્રથી કરવાની સૂચના આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવા શૈક્ષણિક વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પાસેથી હવે કોઈ સ્કૂલ ફી લેવામાં નહીં આવે. આમ હવે ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીનીઓએ એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ની નિભાવ અનુદાન લેતી અને ફી વિકલ્પવાળી બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક રૂપિયા વગર શિક્ષણ પૂરું પાડવાનું નક્કી કરવામાં આવી હતું.
જોકે હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફી ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી ધોરણ ખૂબ જ ઓછું હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -