✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીધામઃ 12 વર્ષથી પિતા ગુજારતો હતો બળાત્કાર, દીકરીએ ખૂદ વીડિયો ઉતારી ખુલ્લો પાડ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2017 01:05 PM (IST)
ગાંધીધામઃ 12 વર્ષથી પિતા ગુજારતો હતો બળાત્કાર, દીકરીએ ખૂદ વીડિયો ઉતારી ખુલ્લો પાડ્યો
1

આ ઘટનાની બીજી વાસ્તવિકતા એ છે કે, આ યુવતીએ અગાઉ પોતાના ત્રણેય પતિઓને પિતાની હરકતો અંગે વાત કરી હતી. જોકે, એક પણ પતિએ તેનો સાથ આવ્યો નહોતો. આથી યુવતીએ જાતે જ પિતાની હવસનો વીડિયો ઉતારી પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.

2

આમ, પિતાની હવસલીલા પૂર્ણ ન થતાં દીકરીએ પિતા સાથેની હવસલીલાનો વીડિયો ઉતારી લીધો હતો અને પછી ગાંધીધામ બી-ડીવીઝનમાં બળાત્કારની ફરિયાદ કરી હતી અને પુરાવા તરીકે આ વીડિયો રજૂ કર્યો હતો. યુવતીની ફરિયાદ પછી પોલીસે હેવાનિયત આચરનાર પિતાની અટકાયત કરી છે. તેમજ યુવતીના મેડિકલ ટેસ્ટ અને પુત્રના ડીએનએ ટેસ્ટ કરાવાની કાર્વાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

3

ભુજઃ ગાંધીધામના કીડાણામાં પત્નીના મોત પછી 12 વર્ષની સગીર દીકરી પર હવસખોર પિતાએ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને આ સીલસીલો સતત બાર વર્ષ સુધી ચાલ્યો હતો. જેને કારણે દીકરાના ત્રણ ત્રણ વાર લગ્ન તૂટી ગયા. આમ છતાં પિતાની હરકતો ચાલું રહેતા અંતે દીકરીએ જ પિતાના પાશવી બળાત્કારનો વીડિયો ઉતારી લઈને પોલીસ ફરિયાદ કરી છે.

4

ત્રણ ત્રણ લગ્ન તૂટી ગયા પછી યુવતી કીડાણા ખાતે એકલી રહેતી હતી. જોકે, તેના પિતાને આ સહન થયું નહોતી. પિતા અહીં પણ પહોંચ્યો હતો અને તે તાબે ન થાય તો નાની બેનને હવસનો શિકાર બનાવવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.

5

યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નાની ઉંમરે માંડવી ખાતે લગ્ન કરાયા હતા, પરંતુ પિતા થકી તેને ગર્ભ રહી જતા પહેલા પતિએ તેને તલાક આપી દીધા હતા. આ પછી તેના બીજા લગ્ન મુંદરા અને ત્રીજા લગ્ન કીડાણા થયા હતા, પરંતુ પિતાની હરકતોને કારણે અહીં પણ તેના લગ્નમાં ભંગાણ થયું હતું.

6

આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર યુવતી જ્યારે 12 કે 13 વર્ષની હતી ત્યારે તેની માતાનું નિધન થયું હતું. માતાના મોત પછી પિતાએ ખૂદ દીકરી પર જ નજર બગાડી હતી અને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યો હતો અને આ પછી આ સીલસલો સતત 12 વર્ષ સુધી ચાલું રહ્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • ગાંધીધામઃ 12 વર્ષથી પિતા ગુજારતો હતો બળાત્કાર, દીકરીએ ખૂદ વીડિયો ઉતારી ખુલ્લો પાડ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.