એશિયામાંથી એકમાત્ર વલસાડનો યુવાન NASAમાં થયો સિલેક્ટ, કોમ્યુનિકેશન ક્ષેત્રે સર્જશે ક્રાંતિ
હાર્દિકના પિતા રમેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, પ્રકાશ આધારિત લાઇફાઇ ટેકનોલોજીથી સરવર પણ ભૂતકાળ બની જશે. સરવર ડાઉન થઇ ગયું છે કોમ્પ્યુટર ચાલતા નથી, નેટ અટકી ગયું છે જેવી વાત ભાવિ પેઢીના મોઢે સાંભળવા નહીં મળે. તેમને અકલ્પનીય સ્પીડની લાઇફાઇમાં સુવિધા મળશે.નવી પેઢી વાઇફાઇ વિતેલા જમાનાની જૂની ઘરેડની ટેકનોલોજી હોવાનું જણાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઇફાઇ રિસર્ચ ટીમમાં વૈજ્ઞાનિક તરીકે સામેલ થયેલા હાર્દિકના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીમાં પ્રકાશની ઝડપે ઇન્ટરનેટ સ્પીડ મળે છે. વાઇફાઇ ટેકનોલોજી હવાના તરંગો પર આધારિત છે જ્યારે લાઇફાઇ પ્રકાશ પર આધાર રાખે છે.પ્રકાશની ઝડપથી આ ટેકનોલોજી ઇન્ટરનેટ યુગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દેશે.
હાલમાં હાર્દિક કોમ્યુનિકેશન કનેક્ટિવિટીમાં રીસર્ચ કરી રહ્યો છે. જે માટે અમેરિકન સરકાર વાઇફાઇના સ્થાને લાઇફાઇ કોમ્યુનિકેશન ટેકનોલોજીના રીસર્ચ અને તેને કાર્યરત કરવાના પ્રોજેકટ પર કામ કરવા માટે આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ તૈયાર કરી છે. જેમાં 4 સભ્યો અમેરિકન, 1 ફ્રાન્સનો અને એશિયામાંથી માત્ર એક ભારતીય યુવાન હાર્દિકનો સમાવેશ કરાયો છે.
વલસાડના બેચર રોડ પર સિંગદાણાનો વ્યવસાય કરતા રમેશ ત્રિપાઠીના બે સંતાન છે જેમાં મોટો પુત્ર હાર્દિક અને નાની પુત્રી ઋત્વી અભ્યાસમાં બાળપણથી જ સ્કોલર હતા. હાર્દિકને સાયન્સમાં ખૂબ રસ હોવાથી તેને વલ્લભઆશ્રમ પારડી ખાતે મૂકયો હતો. જ્યાંથી તેણે ધો.12 પૂર્ણ કરી જયપુરની એમિટી યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમા બીટેક કરી અમેરિકાની રોચેસ્ટર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સની પદવી પ્રાપ્ત કરી લીધી.
વલસાડઃ અમેરિકન સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ લાઇફાઇ કોમ્યુનિકેશન ટેકનોલોજીની નાસાની રીસર્ચ ટીમના વૈજ્ઞાનિક સભ્ય તરીકે વલસાડના યુવાનનો સમાવેશ કરાયો છે. લાઇફાઇ ટેકનોલોજીથી કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર થઇ જશે. વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ થતા વલસાડનું નામ રોશન થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -