GUVNLના ફયુઅલ ચાર્જમાં કમરતોડ વધારો, વીજળી બિલ વધતા લોકો પર બોજ વધશે
તેમણે જણાવ્યું હતું કે,‘જર્ક દ્વારા ફ્યુઅલ ચાર્જની સીલીંગ પ્રાઇઝ યુનિટ દીઠ 1.80 પૈસા નક્કી કરી છે. જ્યારે કે બાકીના 30 પૈસા જો ફ્યુઅલ ચાર્જ તેની સીલીંગ પ્રાઇઝ 1.80થી નીચે આવે તો આગામી ક્વાર્ટરમાં લેવા નિર્દેશ કર્યો છે.’ ઉલ્લેખનીય છે કે GUVNL દ્વારા અનેક બંધ હાલતમાં પડેલા વીજ પ્લાન્ટ પાછળ ફિક્સ્ડ કોસ્ટ તરીકે રૂ. 245 કરોડ દર મહિને ખર્ચવા પડે છે. જેથી તેનું બીનજરૂરી ભારણ વીજ ગ્રાહકો ઉપર આવે છે.
આ મુદ્દે વધુ જણાવતા કે.કે.બજાજે કહ્યું હતું કે,‘ક્વાર્ટર-4 માટેના એક્ચ્યુઅલ ફ્યુઅલ ચાર્જમાં 86 પૈસાનો વધારો થયો છે. જ્યારે જર્કે ફ્યુઅલ ચાર્જ માટે મંજૂર કરેલી બેઝીક પ્રાઇઝ 1.20 પૈસા છે. જર્કે અત્યારે ક્વાર્ટર-2નો બાકી ચાર પૈસાનો ફ્યુઅલ ચાર્જ વસૂલવાની મંજૂરી આપી છે. તેથી ક્વાર્ટર-4માં કુલ ચાર્જેબલ ફ્યુઅલ ચાર્જ 2.10 પૈસા પ્રતિ યુનિટ થાય છે.’
રાજ્ય સરકારની ચારેય વીજ કંપનીઓના લગભગ 1.20 કરોડ ગ્રાહકો પર ફ્યુઅલ ચાર્જનો વધારો ઝીંકવામાં આવ્યો છે. એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું કે, GUVNLના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 34 પૈસાનો વધારો થયો છે અને તે પ્રતિ યુનિટ 1.76 પૈસાથી વધીને 2.10 પૈસાના નવા રેકોર્ડ વધારા પર પહોંચ્યો છે. અલબત્ત, જર્કે માત્ર ચાર પૈસા વસૂલવા માટેની મંજૂરી આપી છે. જ્યારે બાકી 30 પૈસા વર્ષ 2017-18ના આગામી ત્રિમાસિક ગાળા માટે પડતર રાખ્યા છે. તેથી વીજ ગ્રાહકોને એપ્રિલ, મે અને જૂન માટે ફ્યુઅલ ચાર્જ પેટે 1.80 પૈસા ચુકવવા પડશે.
ગાંધીનગરઃ રાજ્યસરકારની વીજ કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ)નો ફ્યૂઅલ ચાર્જ વધીને યુનિટ દીઠ રૂ. 2.10 થયો છે. જેના લીધે જીયુવીએનએલના 1.20 કરોડ ગ્રાહકોએ એપ્રિલથી જૂન મહિના દરમિયાન વીજળીના બિલમાં યુનિટ દીઠ રૂ. 1.80 વધુ ચૂકવવા પડશે. જર્કે, જીયુવીએનએલને યુનિટ દીઠ 4 પૈસાનો વધારો વસૂલવા મંજૂરી આપી છે અને તેથી એપ્રિલથી જૂન મહિના દરમિયાન જીયુવીએનએલના ગ્રાહકોએ યુનિટ દીઠ રૂ. 1.80 ચૂકવવા પડશે. આમ, રાજ્યના 1.20 કરોડ વીજ ગ્રાહકો પર રૂ. 27 કરોડનો વધારાનો બોજ પડશે.