નડિયાદઃ સહેલીના પતિના પ્રેમમાં પડી યુવતીઃ અંગતપળોનો વીડિયો ઉતાર્યો ને પછી શું થયું?
હવે આ સંબંધોથી નાખુશ ઉર્વશીએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં પ્રિયાના પતિ અને ઉર્વેશીનું કાઉન્સેલિંગ કરાયું હતું. પ્રિયાના પતિને પોતાનો સુખી સંસાર સાચવવા અને પત્ની સાથે વિશ્વાસઘાત ન કરવા સમજાવ્યો હતો. અંતે તેને પોતાની ભૂલ સમજતાં તે પરિવાર તરફ પરત ફર્યો હતો. (તમામ પાત્રોના નામ બદલ્યા છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, પ્રિયાના પતિ અને ઉર્વશીના સંબંધો હજુ ચાલુ જ હતા. હવે પ્રિયાનો પતિ ઉર્વશીના ઘરે જવા લાગ્યો હતો. બીજી તરફ એકલી પડેલી ઉર્વશી બીજા કોઈ યુવકના પ્રેમમાં પડી હતી. આથી તેણે પ્રિયાના પતિ સાથે સંબંધો તોડી નાંખ્યા હતા. પરંતુ પ્રિયાનો પતિ તેમની સેક્સ ક્લીપ બતાવી સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
નડિયાદઃ એક પરિણીતાને પોતાની સહેલીને ઘરે રાખવી ભારે પડી ગઈ છે. છૂટાછેડા પછી એકલવાયું જીવન જીવતી સહેલીને સધીયારો આપ્યો હતો. જોકે, સહેલીએ તો જેને ઘરે રાખી હતી, તેના પતિ સાથે જ પ્રેમસંબંધ બાંધી દીધા. એટલું જ નહીં, તેમણે સંબંધોની તમામ હદો વટાવી દીધી હતી. એટલું જ નહીં, તેમને અંગતપળોનો વીડિયો પણ બનાવ્યો હતો. આ અંગે પરિણીતાને જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ઉર્વશી અને પ્રિયાના પતિએ પ્રેમસંબંધની તમામ હદો વટાવી દીધી હતી અને તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જોકે, આટલે સુધી સંબંધ પહોંચી ગયા પણ આ બધાથી પ્રિયા સાવ અજાણ હતી. પરંતુ એક દિવસ પ્રિયાને પોતાની સહેલી અને પતિના સંબંધોની જાણ થતાં તે ઉકળી ઉઠી હતી. તેણે પોતાનો ઘરસંસાર સાચવવા ઉર્વશીને ઘરેથી કાઢી મૂકી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગારમેન્ટનો બિઝનેસ કરતી પ્રિયા પોતાના પતિ અને પુત્ર સાથે નડિયાદ ખાતે રહે છે. તે થોડા સમય પહેલા ઉર્વશીના સંપર્કમાં આવી હતી. ઉર્વશી છૂટાછેડા પછી નડિયાદ ખાતે એકલવાયું જીવન વિતાવતી હતી. મિત્રતા ગાઢ બનતા પ્રિયા ઉર્વશીને પોતાના ઘરે લઈ આવી હતી. જોકે, તેને પોતાની આ ભૂલને કારણે પછતાવું પડ્યું હતું. કારણ કે, ઉર્વશી પ્રિયાના પતિના પ્રેમમાં પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -