BJPના EX MLAના પુત્રે 50 વખત શારીરિક સંબંધ બાંધ્યા, હવે, હાથ જોડીને માફી માંગી
અમદાવાદ: ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના પરિણીત પુત્ર વિજય રાઠોડે લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે સેક્સ કર્યાની ઘટનાએ હોબાળો મચાવ્યો હતો પરંતુ આ ઘટનામાં બંન્ને પક્ષે સમાધાન થઇ જતાં નાટકીય વળાંક આવ્યો છે. કે.સી.રાઠોડ અને તેમના પુત્રે મહિલા ક્રાઇમબ્રાન્ચમાં યુવતી સમક્ષ હાથ જોડી માફી માગી લેતાં સમગ્ર મામલો શાંત થઇ ગયો હતો.
ગઇકાલે મોડી રાત્રે ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ અને તેમનો પરિણીત પુત્ર વિજય રાઠોડ અમદાવાદ મહિલા ક્રાઇમબ્રાન્ચ આવી પહોંચ્યા હતા. મહિલા ક્રાઇમબ્રાન્ચની મધ્યસ્થીથી બન્ને પક્ષો સમાધાન કરવા તૈયાર થયા હતા. બાદમાં વિજય અને તેના પિતા કે.સી રાઠોડે યુવતી સમક્ષ હાથ જોડી માફી માગી લેતાં સમગ્ર મામલો થાળે પડી ગયો છે
ફરિયાદમાં યુવતીના કહેવા પ્રમાણે, તે ઉના રહેતી ત્યારે વિજય રાઠોડે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની સાથે છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ કર્યું છે. મારી સાથે જબરજસ્તી કરી હતી. તેનો વીડિયો તેણે ઉતારી લીધો હતો અને વારંવાર એ વીડિયો બતાવી મને બ્લેકમેઇલ કરતો. તે મને આ વીડિયો મારા પપ્પાને બતાવી દેવાની, એફબી અને યુટ્યૂબમાં ચઢાવી દેવાની ધમકી આપતો. ચહેરા ઉપર એસિડ ફેંકી દેવાની ધમકીઓ આપે છે.
નોંધનીય છે કે વિજયે લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતીએ ન્યાય મેળવવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે. તેના કહેવા પ્રમાણે આરોપીએ તેના પર 50થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે ઘણીવાર બળબજરીથી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.