અમરેલી: યુવતીનું મશીનમાં માથું ચગદાયું, લોહીના ફુવારા ઉડતાં યુવતીઓએ કરી બૂમાબૂમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી: જાફરાબાદના લુણસાપુર ગામ નજીક વિવાદાસ્પદ સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતી એક યુવતીનો ચોટલો મશીનમાં આવી જતાં મોત નિપજ્યું હતું. યુવતીના મોતથી દોડધામ મચી ગઈ હતી. જ્યારે આજુબાજુ કામ કરી રહેલ યુવતીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. મોટા ભાગની યુવતીઓ પ્લાન્ટ છોડીને બહાર દોડી આવી હતી.
તે દરમિયાન મશીનમાં તેમનો ચોટલો આવી ગયો હતો અને ત્યારબાદ તેનું મોઢું મશીનની અંદર જતાં લોહીના ફુવારા ઉઠ્યા હતા. યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આજુબાજુમાં કામ કરી રહેલ યુવતીની ચિચિયારીથી પ્લાન્ટ ગુંજી ઉઠ્યો હતો. મોટાભાગની યુવતીઓ પ્લાન્ટ છોડી બહાર નીકળી ગઇ હતી અને સમગ્ર મામલો ઢાંકવા માટે ખાનગી કંપનીની મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જાફરાબાદ તાલુકામાં આવેલ લુણસાપુર ગામ નજીક આવેલ વિવાદાસ્પદ સિન્ટેક્ષ કંપનીમાં 5 હજારથી વધુ યુવતીઓ કામ કરી રહી છે. તે પ્લાન્ટમાં આવેલા યુનિટ-1માં પૂજા હરજીભાઇ સોલંકી (ઉ.વ.20) કામ કરતી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -