જસદણ પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કુંવરજી બાવળિયાએ શું કહ્યું, જાણો વિગત
રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તરફ જસદણની બેઠક પરથી ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી દીધું ત્યારે કોંગ્રેસના હજુ ઉમેદવારની જાહેરાત થઈ નથી. આ જ દિવસ સુધી કોળી આગેવાન અવચર નાકિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું. હવે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ લીધું છે.
ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલાં કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, ભાજપના કાર્યકરો સહિત કોળી સમાજના લોકોનો આભાર માન્યો હતો. આ વિસ્તારમાં કોંગ્રેસનું કંઈ રહ્યું નથી. કોંગ્રેસના દાવેદારો મારા સંપર્કમાં છે. મને કહે છે કે, અમને ટીકિટ નહીં મળે તો અમે તમારી સાથે જ છીએ.
કુંવરજી બાવળિયાના ડમી ઉમેદવાર તરીકે તેમના પત્ની પારૂલબેન બાવળિયાએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલા બાવળિયાએ જસદણમાં જાહેરસભાને સંબોધી હતી જ્યારે ત્યાં રેલી પણ યોજી હતી. જેમાં ભાજપના મોટા નેતાઓ સહિત કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.
રાજકોટઃ જસદણ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ આજે શક્તિ પ્રદર્શન બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બાવળિયાએ છ મહિના પહેલાં જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા તે બેઠક પર હવે તેમણે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -