અમદાવાદી યુવતીને FB પર યુવક સાથે થઈ ઓળખાણ, આબુ ગઈ ફરવા અને થયું આવું
અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના માધ્યમથી એક યુવક સાથે ઓળખ થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અવાર-નવાર મુલાકાત બાદ બંને એક દિવસ બહારગામ ફરવા ગયા હતા. જ્યાં પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાવની વિગત મુજબ અમદાવાદના રાણીપમાં રહેતી 20 વર્ષની કોલેજીયન યુવતી નરોડામાં રહેતા યુવક સાથે ફેસબુક દ્વારા સંપર્કમાં આવી હતી. જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી.
યુવકનો મિત્ર અને તેની પત્ની આબુ ફરવા જતા હોવાથી તેણે તેની પ્રેમિકાને પણ આબુ ફરવા જવા તૈયાર કરી હતી. બાદમાં ચારેય જણા આબુ ગયા અને હોટલમાં રોકાયા હતા.
હાલ પોલીસે યુવતીના પ્રેમીની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી ઘરે જાણ કર્યા વગર આબુ ફરવા જતી રહી હોવાથી તેની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન યુવતીના સંબંધીએ તેને ફોન કર્યો હતો. જેમાં તેણે મિત્ર સાથે આબુ ફરવા આવી હોવાનું જણાવ્યું હતું.
હોટલમાં રોકાણ દરમિયાન યુવકે પ્રેમિકા સાથે સંબંધ બાંધ્યો હતો અમદાવાદ આવ્યા બાદ યુવતીએ લગ્નનું રટણ શરૂ કર્યુ હતું. પરંતુ યુવક તૈયાર ન થતાં તેણે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -