મોરબીઃ 'પાંચ હવસખોરો છ મહિનાથી મારો દેહ ચૂંથતા હતા', સગીરાએ વર્ણવી આપવીતી
મોરબી: મોરબીના એક ગામમાં એક સગીરા પર છેલ્લા છ મહિનાથી પાંચ હવસખોરો ગેંગરેપ ગુજારતા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો અનુસાર, મોરબી પાસેના એક ગામમાં રહેતી સગીરાને પાંચ હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે અત્યાચાર સહન ના થતાં સગીરાએ જીવન ટૂંકાવાનો નિર્ણય કર્યો હતો. સગીરા આત્મહત્યા કરવા માટે કૂવામાં કૂદી હતી પરંતુ સદનસીબે તેનો બચાવ થયો હતો.
રેપનો ભોગ બનનારી સગીરાએ જણાવ્યું હતું કે છ માસ કરતા વધુ સમયથી આ સિલસિલો ચાલુ હતો અને આરોપીઓની ધમકીથી તે ડરી ગઈ હતી અને પરિવાર તથા પોતાની બદનામીના ડરે તે અત્યાચાર સહન કરી રહી હતી.
પોતાની ફરિયાદમાં સગીરાએ જણાવ્યુ હતું કે, આરોપી સતીશ શેરસીયા,જય કાલરીયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવત નામના પાંચ શખ્સોએ છ માસ દરમિયાન તેની મરજી વિરુદ્ધ ધાકધમકીઓ આપીને તેની સાથ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસને જણાવ્યુ કે, આરોપીએએ તેની અને તેના માતાપિતાની હત્યા કરવાની પણ ધમકી આપતા હતા.
આ હવસખોરો સગીરાને છ માસ જેટલા સમયથી હવસનો શિકાર બનાવતા હતા. સગીરાએ શેતાનોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સગીરાની તો, જો કે તે બચી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -