મહેશ શાહે ભગવાનને પણ ન છોડ્યા, ધાર્મિક સંસ્થામાં આપ્યો 70 હજારનો ચેક, જાણો પછી શું થયું
અમે આવા કેસમાં કાયદાનો સહારો નથી લેતા. મહેશ શાહે આ દાનનો ચેક વ્રત દરમિયાન મંદિરમાં ભકતોના ભોજન માટે આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ૧૩૮૬૦ કરોડ રૂપિયાના કાળા નાણાનો ખુલાસો કરનાર મહેશ શાહે છેતરવાની બાબતમાં નવો ખુલાસો થયો છે. ટેકસ ડિફોલ્ટર મહેશે જૈન મંદિરમાં એક ઉપવાસ અનુષ્ઠાન માટે ૭૦,૦૦૦નો ચેક દાનમાં આપ્યો હતો પરંતુ જયારે મંદિર ટ્રસ્ટે ચેક વટાવવાનો પ્રયાસ કર્યો તો ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉંસ થયો હતો.
દાનવીર પેમેન્ટ કરી દે તે પછી અમે રિટર્ન થયેલ ચેક તેને પરત આપી દેતા હોઇએ છીએ પરંતુ મહેશનો ચેક હજુ સુધી અમારી પાસે પડયો છે કારણ કે તેણે હજુ સુધી કોઇ ચુકવણુ કર્યુ નથી.
મંદિરના ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યુ છે કે આવું અનેકવાર થાય છે કે જયારે દાન કરનારના ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં દાન કરનાર વ્યકિત બાદમાં આવીને પૈસા આપી જતો હોય છે પરંતુ પહેલીવાર એવુ બન્યુ છે કે દાન આપનારે હજુ કોઇ ચુકવણુ કર્યુ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -