ડાંગઃ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામે 7 કરોડના ખર્ચે બનશે એથ્લેટિક ટ્રેક, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સન્માન સમારોહ દરિયાન મંત્રી ઇશ્વર પરમારે જાહેરાત કરી કે રાજ્ય સરકાર સરિતા ગાયકવાડના સન્માનમાં સાપુતારા ખાતે સાત કરોડ રૂપિયાના ખર્ચે એથ્લેટિક ટ્રેક બનાવશે અને તે ટ્રેકનું નામ સરિતા ગાયકવાડ નામ આપવામાં આવશે.
એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગમાં જન્મેલી સરિતા ગાયકવાડ પણ હતી. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી. ભારતીય મહિલાઓની ટીમે 3 મિનિટ 28.72 સેકન્ડમાં 4x400મી.ની રિલે દોડ પૂરી કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો.
ડાંગ: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સરીતા ગાયકવાડનું પોતાના વતનમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેશનું અને રાજ્યનું ગૌરવ વધારનારી સરિતા ગાયકવાડના સન્માન માટે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે સરિતાના સન્માનમાં મંત્રી ઇશ્વર પરમારે સાત કરોડના ખર્ચે એથ્લેટિક ટ્રેક બનાવવાની જાહેરાત કરી છે.
આહવા ખાતે ડાંગ દરબાર હોલમાં મંત્રીઓ, વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ તેમજ અગ્રણીઓ દ્રારા સરિતા ગાયકવાડને સાલ અને બુકે દ્રારા સન્માન તેમજ ચેકોં અને રોકડ ઇનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કુપોષણ વિરુદ્ધનાં અભિયાનમાં સરિતા ગાયકવાડને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર પણ બનાવાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -