Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સિંચાઈ માટે 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો સરકારનો નિર્ણય
નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ વરસાદમાં પછી રાજ્યમાં મોટા પાયે ખેડુતોએ વાવેતર કર્યું હતું. અપુરતા વરસાદમાં સરકારે સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખેડુતોનો પાક બચાવવા માટે 20 દિવસ સતત 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App15 તારીખથી સતત 20 દિવસ સરદાર સરોવર ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના 400 જેટલા ગામોના તળાવો પાણીથી ભરવામાં આવશે. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામાં જીવંત 39 ટકા પાણીનો જથ્થો મળ્યો છે. આ વર્ષે 5.84 મિલિયન એકર ફૂટ પાણી મળ્યું છે. જે ગત વર્ષ કરતા થોડું વધારે છે.
ગાંધીનગર: રાજ્યમાં અપુરતા વરસાદને લઈને ખેડુતોના પાકને અસર ન થાય તે માટે રાજ્ય સરકારે 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -