અમરેલીઃ એવું તે શું થયું કે પોલીસ સ્ટેશનમાં જ યુવતીએ પી લીધી દવા, જાણો શું છે વિગત?
યુવતીની આક્ષેપ છે કે, ગોંડલના લલીલત સોંલકીએ 27 દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી ગત 25 એેપ્રિલથી પોલીસને ફરિયાદ લેવા માટે આજીજી કરી રહી હતી. આજે દવા પી લેતા યુવતીને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનો આરોપ છે કે, અધિકારીએ તેણે એમ પણ કહ્યું હતું કે, તેઓ તેને 20 લાખ રૂપિયા આપશે. જેમાંથી તેને પાંચ લાખ રૂપિયા રાઇટરને આપી દેવાના છે. આમ, યુવતીએ પોલીસે આરોપી સાથે મોટો આર્થિક વહિવટ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે.
અમરેલીઃ બગસરા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી બગસરાના શાપર ગામની છે. બળાત્કારી સામે ફરિયાદ ન લેતા અને પોલીસ દ્વારા આરોપી સાથે લગ્નનું દબાણ કરાતું હોવાથી યુવતીએ આરોપીઓ સામે પગલા ભરવાની માગ કરી હતી અને પગલા ન ભરાય તો દવા પીને પોલીસ સ્ટેશનમાં આપઘાત કરશે, તેવી કાલે ચિમકી આપી હતી.
યુવતીએ પોલીસ અધિકારી સામે અરજીમાં આક્ષેપ કર્યો છે કે, અધિકારી આરોપીની ધરપકડ કરવાના બદલે સમાધાન કરી લેવા વારંવાર દબાણ કરતા હતા. પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે ફેસબૂક અને નેટ પર વાતો કરવાનું અને આરોપીને લગ્ન માટે મનાવવાનું કહેતા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે લગ્ન કરવા અને સમાધાન માટે દબાણ કરી આરોપીને છાવરાતો હોવાના મુદ્દે યુવતીએ આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી હતી. બળાત્કાર પીડિતાએ જિલ્લા પોલીસવડાના લેખિત અરજી કરીને જણાવ્યું છે કે, એક મહિના પહેલા તેણે ગોંડલના લલીત રામજી સોંલકી સામે બળાત્કારની ફરિયાદ કરવા માટે બગસરા પોલીસે સ્ટેશન ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -