ગુજરાત સરકારને આ માહિતી આપીને તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયાનું ઈનામ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં હવે ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે ખાસ પગલું ભર્યુ છે. સરકારના ભ્રષ્ટ અધિકારીને ઉઘાડા પાડવા સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોટાપાયે ભરતી કરી છે. લાંચીયા અધિકારીઓને ઝડપી લેવા એસીબી કામ લાગી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, ઇનકેમ ટેક્સવિભાગે પણ આવી યોજના અમલી બનાવતાં ભ્રષ્ટાચારને નાથવા ફેબ્રુઆરી-2016માં 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપે તેને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો તમારી પાસેથી સરકારના કોઈપણ વિભાગ કે પોલીસ ખાતા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતી હોય કે આડકતરી રીતે વ્યવહાર સાચવવાની વાત તમારી સાથે કરવામાં આવતી હોય, તો તમે વિના વિલંબે એસીબીનો સંપર્ક કરી શકો છો. જો એ લાંચિયા અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત ઝડપાશે તો તમે ઇનામના હક્કદાર બની શકો છો.
હાલ, અધિકારીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે, તેમના વહેવારોને તપાસવામાં આવી રહ્યાં છે. જોકે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે અને ક્યાં મોટાં માથાની સંડોવણી સામે આવશે તે કહેવું મુશ્કેલ છે. કોઇ અધિકારી પર શંકા જાય તો તેની બદલી કરી દેવામાં આવે છે. આ પગલે એસીબીએ 25 લાખની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે અને માહિતી આપનારને નામ સહિતની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
સરકારના નોટિફિકેશન અનુસાર, જો કોઇ કરપ્ટ અધિકારી વિશે માહિતી આપશે તો તેને એસીબી દ્વારા ઇનામી રકમ આપવામાં આવશે. કોઇ સરકારી કર્મચારી કર્મચારી અપ્રમાણસર-બિનહિસાબી મિલકત ધરાવતો હોય તો તેની માહિતી આપનારાને 25 લાખનું ઇનામ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ગુજરાત સરકારે હવે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર શિકંજો કસ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે જો કોઇ રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીની ભાળ મળે તો એસીબી દ્વારા તેને માતબર રકમનું ઇનામ આપવામાં આવશે, એટલે કે ભ્રષ્ટચાર કરતાં અધિકારીની માહિતી આપનારને ઇનામી આપની નવાજવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -