દૂધની થેલી પર લેવાતો બે રૂપિયાનો કૂલિંગ ચાર્જ ગેરકાયદેસર, હવે કોઈ દુકાનદાર આ ચાર્જ માગે તો શું કરશો
અમદાવાદઃ દૂધની થેલીમાં છાપવામાં આવેલ ભાવ કરતાં રૂપિયા 2 વધારાનો ચાર્જ વસૂલવા પર ગ્રાહકોમાં ભારે અસંતોષ છે. દુકાનદારો દ્વારા એમઆરપીમાં ટ્રાન્સપોર્ટેશન સહિત કુલિંજ ચાર્જનો સમાવેશ હોવા છતાં કૂલિંગ ચાર્જના નામે 2 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ અંગે તોલમાપ વિભાગ સમક્ષ ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનો ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દૂધની થેલી વેચતા વેપારીઓ ગ્રાહકો પાસેથી કૂલિંગ ચાર્જના નામે નિમ્ન રકમ વસૂલી વર્ષે દહાડે હજારો રૂપિયા ખંખેરી લેતા હોય છે. ગ્રાહકો કોને ફરિયાદ કરે તેની મૂંઝવણ અનુભવતા હોય છે. પરંતુ ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટી) રૂલ્સ 2011ના નિયમ 18-2 મુજબ કોઇ પણ બંધ પેકેજમાં એમઆરપીથી એક પણ રૂપિયો વધુ લઇ શકાતો નથી.
સરકાર આગામી 15મી માર્ચે વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરશે. ઉજવણીના નામે યોજાનાર મોટા મોટા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભાષણો કરશે. જ્યારે બીજીતરફ કોઇ પણ પેકેજ વસ્તુની એમઆરપીથી વધારે રકમ વસૂલતા વેપારીઓને રાજ્ય સરકાર છાવરી રહી હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે.
મુંબઇમાં દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ પર વસૂલાતો ચાર્જ બંધ કરવા માટે મોટાપાયે ઝુંબેશ હાથધરાઇ હતી. પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી એકાદવાર કાર્યવાહી થઇ છે. ત્યારબાદ સમયાંતરે કાર્યવાહી નહીં થતાં કૂલિંગ ચાર્જના નામે વસૂલાતી રકમ વધતી જાય છે. જોકે જેતે સમય કાર્યવાહી થઇ ત્યારે દૂધની થેલી પર કૂલિંગ ચાર્જના નામે માત્ર 25 પૈસા વસૂલાતા હતાં અને હવે વિસ્તાર પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -