પાકિસ્તાને મોકલેલી સેક્સી લલનાની જાળમાં ફસાયો કચ્છી યુવક, દેશ સાથે કરી ગદ્દારી, જાણો ISIને કરી શું મદદ
ભૂજઃ ગુજરાતની એટીએસ ટીમે પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇને સંવેદનશીલ માહિતી પહોંચાડનારા બે કચ્છી યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો ભારતીય આર્મી, બીએસએફ અને કોસ્ટગાર્ડની અતિસંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપતા હતા. એટીએસેની તપાસમાં હનીટ્રેપની રોચક કહાણી સામે આવી છે. આઇએસઆઇના બે એજન્ટોના નામ અલાના સમા અને શકૂર સુમરા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત એટીએસ સાથે જોડાયેલા સૂત્રોનું માનવુ છે કે, અલાના જે યુવતીના પ્રેમજાળમાં ફસાઇને સતત આઇએસઆઇ માટે કામ કરતો હતો કે યુવતી આઇએસઆઇની જ એજન્ટ હોવી જોઇએ જેથી પ્રેમ જાળમાં ફસાઇને અલાના પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરતો રહે. તપાસમાં એટીએસને અત્યાર સુધી અલાના પાસેથી જે દસ્તાવેજો, પેન ડ્રાઇવ અને ફોન મળ્યો છે તેના પરથી એ વાતના સંકેત મળે છે.એટીએસ અલાનાના મોબાઇલમાં મળેલી અનેક વીડિયો ક્લિપની તપાસ કરી રહી છે.
આઇએસઆઇના એજન્ટ તરીકે અલાનાએ ભારતીય આર્મીના અડ્ડાઓ અને સૈન્ય મુવમેન્ટની જાણકારી સતત પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓને પહોંચાડી હતી. આ દરમિયાન આઇએસઆઇ તરફથી તેને પૈસા મળતા રહ્યા હતા. અલાનાએ જાતે જ તે રૂપિયા લીધા નહોતા પણ રજિયાને મોકલતો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, અલાનાએ યુવતી સાથે પ્રથમ મુલાકાત બાદ ચાર વખત પાકિસ્તાનની મુલાકાત કરી છે. તેમની દોસ્તીમાં બાદમાં પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન તે આઇએસઆઇના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેના માટે જાસૂસી કરવા લાગ્યો હતો.
પોલીસ અધિકારીઓને જાણકારી મળી હતી કે અલાના સમા નામના 40 વર્ષીય યુવક પાકિસ્તાનના થડપારકરમાં રહેનારી રજિયા નામની એક યુવતીના પ્રેમમાં પાગલ છે. અલાના વર્ષ 2014માં પોતાના દાદાના ભાઇના પરિવારને મળવા માટે થડપારકર ગયો ત્યારે આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. થડપારકર કચ્છથી પાકિસ્તાન સરહદ નજીકનો જિલ્લો છે. યુવતી અલાનાને પ્રેમભરી વાતોમાં ફસાવીને ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી મેળવતી હોવાનો ખુલાસો એટીએસએ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -