2012 પછી 5 વર્ષ વિત્યાં પણ ભાજપનાં આ મહિલા ઉમેદવારની વય 3 વર્ષ જ વધી, કોણ છે આ અનોખાં મહિલા?
આદમ ચાકી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર ડો. નીમાબેન આચાર્યની એફિડેવીટમાં ખોટી ઉમર દર્શાવી હોવાના પૂરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ વિવાદના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો સામ સામે થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કઇ રીતે શક્ય બને તે મુદ્દે વાંધો ઉઠાવી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા આદમ ચાકીએ ડો. નિમાબેન આચાર્યે પ્રજાને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો હતો. બુધવારે બપોરે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ ભુજની ખાનગી હોટેલમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં આ આક્ષેપ કર્યો હતો.
આવો જ એક છબરડો અથવા વિવાદ કચ્છની ભૂજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારાં ભાજપનાં ઉમેદવાર ડો. નિમાબેન આચાર્યના ઉમેદવારીપત્રમાં બહાર આવ્યો છે. 2012ની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવતી વખતે ડો. નીમાબેન આચાર્યે તેમની વય 66 વર્ષ દર્શાવી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેનાં ઉમદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરતી વખતે કરેલી એવી એવી ભૂલો બહાર આવી છે કે જેની વાત સાંભળીને આપણા ઉમેદવારોની બુદ્ધિ અને દાનત બંને વિશે શંકા જાગે.
હવે 5 વર્ષ બાદ 2017ની ચૂંટણી આવી છે ત્યારે તેમણે ઉમેદવારીપત્ર સાથે કરેલી એફિડેવીટમાં પોતાનીઉમર વર્ષ 69 દર્શાવી છે. ડો. નિમાબેનની બંને એફિડેવિટ સાચી હોય તો તેનો અર્થ એ થાય કે, આકી દુનિયામાં બધાંની ઉંમર 5 વર્ષ વધી ગઈ ત્યારે નિમાબેનની વય માત્ર 3 વર્ષ વધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -