આનંદીબેનના પુત્ર કે પુત્રીને બદલે ભાજપે ઘાટલોડિયામાંથી ક્યા ધુરંધર પાટીદાર નેતાને આપી ટિકિટ? જાણો વિગત
જો કે વલસાડ ખાતે બેનએ આ અંગેના સવાલનો જવાબ આપતા પ્રતિપ્રશ્ન કર્યો હતો કે, કોણે મારી નારાજગી જોઈ છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોની પ્રતિબદ્ધતા પાર્ટી પ્રત્યે હરહંમેશ રહેતી હોય છે. તેથી આવા પ્રકારના પાયાવિહીન સમાચારો ચાલતા રહેતા હોય છે. અમે ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરો છીએ. નારાજ હોવાનો પ્રશ્ન નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર સમાજમાં પણ વર્ચસ્વ ધરાવતા નેતા ભુપેન્દ્રભાઇ આનંદીબેનની નજીક મનાય છે. આમ આનંદીબેન પોતે આ વખતે નહીં લડે પણ તેમના ખાસ માણસ વિધાનસભા લડશે. ભાજપે મોડી રાત્રે ઘાટલોડિયામાંથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપતા આનંદીબેન ફરી ચૂંટણી લડશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
આનંદીબેનના ખાસ ગણાતા ઘણા ઉમેદવારોનું પત્તું કપાયું છે તે સ્પષ્ટપણે દેખાય છે. આ સ્થિતિમાં બેન પોતે પણ જો ચુંટણી ન લડે તો કાર્યકરો અને જનતામાં ખોટો મેસેજ જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને બેનની ઈચ્છા ન હોય તો પણ તેમને ચૂટણી લડાવવી જોઈએ તેમ ભાજપની થીંકટેન્ક માનતી હોવાનું સૂત્રોનું કહેવું છે.
ગત મહિને આનંદીબેને પત્ર લખીને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. આનંદીબેને જણાવ્યું છે કે, કયો ઉમેદવાર કઈ બેઠક પરથી લડશે તે તો પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. છેલ્લા થોડા સમયથી આનંદીબેન ટીકીટની ફાળવણીને લઈને નારાજ ચાલી રહ્યા હોય તેવી અટકળોએ જોર પકડ્યું છે.
ઘાટલોડિયામાં આનંદીબેનના પુત્રી અનાર પટેલ ચૂંટણી લડશે તેવી સંભાવનાઓનો પણ આ સાથે અંત આવી ગયો છે. આ અગાઉ રવિવારે વલસાડમાં તેમને કરાયેલા સવાલના જવાબમાં આનંદીબેને ઈનકાર કરવાના બદલે કહ્યું હતું કે કોણ ક્યાંથી લડશે એ નિર્ણય પાર્ટી સંસદીય બોર્ડ લેશે.
આ ચર્ચાના કારણે ઘાટલોડિયા બેઠકે સૌથી વધુ સસ્પેન્સ હતું પણ ભાજપે રવિવારે રાત્રે એ સસ્પેન્સનો અંત લાવી દીધો. ઘાટલોડિયા બેઠક પર ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી તથા ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.
ગાંધીનગરઃ ભાજપના ઉમેદવારોની યાદીમાં લોકોને સૌથી વધારે રસ ભૂત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક પર કોને ટિકિટ મળશે તે જાણવામાં હતો. આનંદીબેન પટેલના બદલે તેમનાં પુત્રી અનાર પટેલ કે પુત્ર જયેશ પટેલને ટિકિટ મળશે તેવી ચર્ચા જોરશોરથી ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -