પોલીસની નોકરી છોડીને બે દિવસ પહેલાં ભાજપમાં આવેલા IPS બરંડાને ભાજપે ક્યાંથી આપી ટિકિટ?
જે બેઠક પરથી બરંડાને ટિકિટ મળી છે એ બેઠક હાલ કોંગ્રેસના હાથમાં છે. આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અનિશ જોશિયારા વિજયી થયા હતા. તેમને 95799 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર નિલાબેન માડિયાને 64256 મત મળ્યા હતા. આ બેઠક પર અનિલ જોશિયારા 31543 માર્જીનથી વિજયી થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીસી બરંડાએ જણાવ્યું હતું કે, મેં એસપી પદેથી રાજીનામું આપી દીધું છે. મારા વિસ્તારના બે તાલુકા ભીલોડા અને મેઘરજમાં અત્યાર સુધી કોઇ વિકાસ થયો નથી. અત્યાર સુધી જે પણ ધારાસભ્યો હતા, તેમણે કોઇ કામ કર્યું નથી. મને એવું લાગ્યું કે મારે મારા વિસ્તારમાં કામ કરવું જોઇએ, એટલે મે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું અને ભાજપ સાથે જોડાયો છું. હજી સુધી ટીકિટની વાત થઇ નથી પણ મને આશા છે કે ટૂંકમાં જાણકારી મળી જશે.
બરંડા મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાંકાટીંબા ગામના વતની છે. તેઓ 1996માં તે પ્રમોશન મેળવીને ડીવાયએસપી બન્યા હતા અને વર્ષ 2007માં તેમને આઇપીએસ તરીકે પ્રમોશન મળ્યું હતું. તેઓ 2002થી 2007 દરમિયાન મોદીની સુરક્ષામાં હતા. તેઓ અમદાવાદમાં પણ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અમદાવાદઃ ભાજપે આજે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક નામપી. સી. બરંડાનું છે. તેમને ભિલોડા સીટ પરથી ટીકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરના SP પી સી બરંડાએ થોડા દિવસ પહેલા જ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. 58 વર્ષીય બરંડાને 2007ની સાતની બેચના આઇપીએસ અધિકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -