ગુજરાતમાં બે તક્કામાં યોજાશે યૂંટણી, જાણો ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ઉમેદવાર વધુમાં વધુ 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણી દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ઉમેદવારી, મતગણતરી, ઈવીએમ સ્ટોરેજ, કેમ્પેન સમયે વીડિયોગ્રાફી કરવામાં આવશે. સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. આ વખતે મતદાન કેન્દ્રની સંખ્યા વધારવામાં આવી છે. ખર્ચનો હિસાબ 30 દિવસમાં રજૂ કરવો પડશે. પેઈડ ન્યૂઝ મુદ્દે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. બલ્ક એસએમએસ અને વિજ્ઞાપન માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમતદાન કુટિરની ગુપ્તતા જાળવવા ખાસ વ્યવસ્થા કરાશે. ગુજરાતમાં 4.30 કરોડ મતદાતા છે. ગુજરાતમાં કુલ 50128 પોલિંગ બુથ હશે. 7 દિવસ અગાઉ વોટર સ્લિપ અપાશે. મહિલા નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાશે. તમામ મતદાન કેન્દ્ર પર EVM VVPAT રહશે. ગુજરાતી ભાષામાં ગાઈડ પણ મતદાન કેન્દ્ર પર હાજર રહેશે.
બીજા તબક્કા માટે 20 નવેમ્બરે નોટિફિકેશન બહાર પડશે. બીજા તબક્કા માટે 27 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે 28 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણી થશે. 30 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. બીજા તબક્કામાં 11 જિલ્લાની 93 સીટ પર 14 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આગળ વાંચો ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની વાતો...
પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બરે નોટિફિકેશન બહાર પડશે. પ્રથમ તબક્કા માટે 21 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે 22 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણી થશે. 24 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 સીટ પર 9 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નવર એ. કે. જોતીએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગી ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 18 ડિસેમ્બરના રોજ યોજાશે.
આચારસંહિતા દરમિયાન દારુબંધીનો ચૂસ્ત અમલ કરવામાં આવશે. રાજ્યની સરહદો પર રખાશે ખાસ ધ્યાન. મંત્રીઓ અને સંસદીય સચિવો નહીં વાપરી શકે સરકારી વાહન. બોર્ડ, નિગમના રાજકીય પદાધિકારીઓ નહીં વાપરી શકે સરકારી વાહન. સરકારી કર્મચારીઓ ચૂંટણી કમિશ્નરના આદેશને અનુસરશે. ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી પંચ વેબસાઈટ પર મુકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -