વરૂણ પટેલનો આક્ષેપઃ ‘હાર્દિકે ..................પાસેથી 1 કરોડ લીધા છે’, બીજું શું કહ્યું? જાણો વિગત
ભાજપ સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ તેમજ ફિક્સ પગારદારો અને આશા વર્કર બહેનો માટે પણ યોગ્ય પગલાં લીધા છે તેથી હવે વિરોધ કરવાનુ કશું રહેતું નથી. હાર્દિક પટેલે વરૂણ પર કરોડો રૂપિયા લઈને ભાજપમાં ગયા હોવાનો આક્ષેપ કર્યો તે મુદ્દે વરૂણે કહ્યું કે, ઘણું બધું બન્યું છે પણ હું તેનો સમય આવ્યે ખુલાસો કરીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરૂણે પોતે ભાજપ સરકાર પર પ્રહારો કરતો હતો અને હવે ભાજપમાં જોડાઈ ગયો તે માટે એવું કારણ આપ્યું છે કે, જે મુદ્દાઓને લઈને પોતે સરકાર સામે શિંગડા ભરાવ્યાં હતાં તે તમામ મૂદ્દાઓનું સરકારે છેલ્લા એક મહિનામાં સુખદ સમાધાન કર્યું છે. પાટીદારોના પાંચમાંથી ચાર પ્રશ્નોનું સમાધાન થયું છે તેથી વિરોધ કરવા કારણ નથી.
વરૂણ પટેલે હાર્દિક પટેલ સામે આક્ષેપ મૂકતાં કહ્યું છે કે, હાર્દિક પોતાના સ્વાર્થ માટે સમાજને હાથો બનાવે છે. હાર્દિક પટેલ પોતે જ રૂપિયા અને વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે સમાજને હાથો બનાવી રહ્યા છે. એનસીપી પાસેથી ખેડૂત સંમેલન બોલાવવાનાં નામે રૂ.1 કરોડ લીધા હતા, જેનો કોર કમિટીમાં ભારે વિરોધ પણ થયો હતો.
વરૂણ પટેલ સાથે જ ભાજપમાં જોડાયેલા નરેન્દ્ર પટેલે વરૂણ પર પોતાને 10 લાખ રૂપિયા આપીને ખરીદવાનો આક્ષેપ કર્યો છે ત્યારે બીજી તરફ વરૂણ પટેલે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે એનસીપી પાસેથી ખેડૂત સંમેલન યોજવાનાં નામે એક કરોડ રૂપિયા લીધા હતા તેવો આક્ષેપ કર્યો છે.
ગાંધીનગર: છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારની તમામ નીતિઓ અને નિર્ણયો સામે ચાબખા મારીને તેમજ નરેન્દ્ર મોદીને ખિસ્સાકાતરૂ ગણાવીને લોકપ્રિય થયેલા વરૂણ પટેલ ભાજપમાં જોડાયા તેના કારણે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. વરૂણ પટેલ હવે ભાજપમાં ગુણગાન ગાઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -