રાજ્યના ક્યા ત્રણ ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ માગી ભાજપની ટિકીટ?
જ્યારે તરૂણ બારોટે પણ કહ્યું કે જો ભાજપ તેમને ટિકિટ આપે તો સમાજની સેવા કરવી મને ગમશે. બારોટ પર ઇશરત જહાં અને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં આરોપ છે. જયારે ડી.જી વણઝારાને CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આરોપ મુકત કરતા ૨૦૧૬માં ગુજરાત પ્રવેશની મંજૂરી આપી હતી. તેઓ પણ આ પહેલા જ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી ચૂકયા છે અને રાજયમાં ઠેરઠેર વિશાળ સ્વાગત સભા પણ યોજી ચૂકયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે વધુમાં કહ્યું કે, 'મારા મીત્રો, પરિવાર અને સહાયકો ઇચ્છી રહ્યા છે કે હું ચૂંટણી લડું.' સોહરાબુદ્દીન કેસમાં એન.કે. અમિનને આરોપ મુકત જાહેર કરવામાં આવ્યા છે જયારે ઇશરત જહાં કેસમાં તેમની સામે હજુ પણ આરોપ પેન્ડિંગ પડ્યા છે.
આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને પૂછતા તેમણે કહ્યું કે, 'અમને પાર્ટીમાંથી અને સમાજના વિવિધ સમુદાયો દ્વારા ચૂંટણી ટિકિટ મેળવવા માટે રજૂઆતો આવી છે. જોકે ટિકિટ મુદ્દે જે પણ નિર્ણય હશે તે પાર્ટી હાઈકમાન્ડ સાથે બેસીને લેશે.' તાપી જિલ્લાના SP તરીકે રિટાયર્ડ થયેલા એન.કે. અમિને કહ્યું કે, 'રાજકરણ પ્રત્યે મને પહેલાથી જ થોડો લગાવ છે કેમ કે પહેલા ડોકટર તરીકે અને પછી પોલીસમાં રહી સમાજની સેવા કરી છે.'
ઇશરત જહાં કેસમાં આરોપી અને રિટાયર્ડ થયેલા તરૂણ બોરેટે બાપુનગર બેઠક પરથી ભાજપમાંથી ઝંપલાવવા ઇચ્છા કરી છે તો અમિને અમદાવાદની અસારવા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ મળે તે માટે પ્રયાસો કર્યા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટમીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે હવે ટિકિટ મેળવવા માટે ભૂતપુર્વ આઈપીએસ અધિકારીઓ પણ લાઈનમાં લાગ્યા છે. રાજ્યમાં 2 ફેક એન્કાઉન્ટર કેસના આરોપી એવા પૂર્વ પોલીસ અધિકારીઓ એન.કે. અમિન, તરુણ બારોટ અને ડી. જી. વણઝારાએ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -