ભાજપે કયા 12 ઉમેદવારોને કર્યા રીપિટ, કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો વિગત
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રવિવાર મોડીરાતે ભાજપે 34 ઉમેદવારોની વધુ એક યાદીની જાહેરાત કરી હતી. જેમાં ભાજપે 12 ઉમેદવારોને રીપિટ કર્યા છે. જ્યારે ઘણી બેઠકો પર ભાજપે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે યાદીની જાહેરાત થતાં વાઘોડિયામાંથી મધુ શ્રીવાસ્તવને રીપિટ કરવામાં આવતાં વિરોધ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસયાજીગંજ બેઠક પરથી જીતુભાઈ સુખડિયાને રીપિટ કરવામાં આવ્યા છે.
વાઘોડિયા બેઠક પરથી મધુભાઈ શ્રીવાસ્તવની જાહેરાત કરવામાં આવી હતી. જેમને ફરીથી રીપિટ કરવામાં આવ્યા છે. જોકે જાહેરાત બાદ કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો હતો.
સાબરમતિ બેઠક પરથી અરવિંદભાઈ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે.
મણિનગર બેઠક પરથી સુરેશભાઈ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે.
અમરાઈવાડી બેઠક પરથી એચ.એસ.પટેલ ચૂંટણી લડશે. એચ.એસ.પટેલને રીપિટ કરવામાં આવ્યા છે.
જગરૂપસિંહ રાજપુતને બાપુનગર બેઠક પરથી રીપિટ કરવામાં આવ્યા છે.
રાકેશ શાહને એલિસબ્રિજ બેઠક પરથી રીપિટ કરવામાં આવ્યા છે.
વેજલુપર સીટ પરથી કિશોરભાઈ ચૌહાણ ભાજપ તરથી ચૂંટણી લડશે.
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અશોકભાઈ પટેલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.
શંભુજી ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી રીપિટ કરવામાં આવ્યા છે.
બેચરાજી સીટ પરથી રજનીભાઈ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે.
વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ રીપિટ કરવામાં આવ્યા છે. નામની જાહેરાત થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -