ગુજરાત ચૂંટણી 2017: ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ મતદાન કર્યુ
ભાજપ નેતા રેશ્મા પટેલ ઝાંઝરડા ખાતે મતદાન કરવા પહોંચ્યા તે દરમિયાન લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે રેશ્મા પટેલને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજંબુસર ભાજપના ઉમેદવાર છત્રસિંહ મોરીએ પત્ની સાથે વોટિંગ કર્યું, મોરી રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે
ભાજપના રાષ્ટ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વતન ઇશ્વરીયા અમરેલી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું, રૂપાલા કેન્દ્ર સરકારમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી છે
અમદાવાદઃ આજે 9મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી ભાજપ-કોંગ્રેસના નેતાઓએ મતદાન કરીને પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વિજય રૂપાણીએ વહેલી સવારે રાજકોટ પશ્ચિમ બેઠક માટે મતદાન કર્યું હતું, આ બેઠક પર તેમને ટક્કર આપવા કોંગ્રેસના નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરુ મેદાને છે
કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલે પોતાના વિસ્તાર ભરૂચ-અંકલેશ્વરમાંથી મતદાન કર્યું, આ સમયે તેમને કહ્યું કે, ગુજરાતમાં ભાજપ 110 બેઠકો મેળવી જીત હાંસલ કરશે.
કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ પોરબંદર ખાતે મતદાન કર્યુ હતું, આ બેઠક પર ખરાખરીનો જંગ છે, ભાજપે અહીં સીટીંગ એમએલએ બાબુ બોખરીયાને મેદાને ઉતાર્યા છે
ઇન્ડિયન ક્રિકેટ ટીમના સભ્ય ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં મતદાન કર્યું, રવિ વિદ્યાલય બૂથ પર જઇને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જીતુ વાઘાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગુજરાત ભાજપને 150+ બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાઘાણી ભાવનગર વેસ્ટના ભાજપના ઉમેદવાર છે, સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -