ભાજપના કયા પૂર્વ MLAને મારી નાખવાની મળી ધમકી, ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
મહેન્દ્રભાઇને ધમકી મળતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે, મને મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે પાર્ટીને જાણ કરતાં પાર્ટીએ પોલીસને જાણ કરી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુટલેગરો અને લુખ્ખા પર પોલીસની જાણે પકડી રહી નથી. આમ પ્રજાને રોજ નાની મોટી ધમકી મળતી રહે છે. પરંતુ આજે જૂનાગઢનાં ભાજપનાં માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂને મારી નાખવાની ધમકી મળતાં સમગ્ર જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જૂનાગઢમાં સામાન્ય બાબતે માર મારી લેવો, ધમકી આપી દેવી, ગાળા-ગાળી કરવી, વાહન પાછળ દોડાવવા સહિતની બાબતો રોજબરોજની બનતી હોય છે. જ્યારે સામાન્ય લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ડરે છે.
જૂનાગઢના માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને મારી નાખવાની ધમકીને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢમાં પોલીસ કરતાં બુટલેગરો અને લુખ્ખાઓનું રાજ હોય તેવું સામાન્ય પ્રજા અનુભવી રહી છે.
જૂનાગઢ: જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી ખાડે ગઈ છે. જૂનાગઢ સહિત સમગ્ર જગ્યાએ સામાન્ય માણસોને લુખ્ખા ત્તત્વો ધમકી આપતા રહે છે. પરંતુ જૂનાગઢનાં માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જ્યાર સમગ્ર જૂનાગઢમાં ચર્ચાઓ ચાલી હતી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પણ ધમકી મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -