ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% થયું જાહેર, વિદ્યાર્થીનીઓએ મારી બાજી
ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઈ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને 77.37 ટકા થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલ વિદ્યાર્થીઓમાંથી 66.17 ટકા વિદ્યાર્થીનીઓ અને 47.86 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 451, A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8245, B1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30306, B2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63241, C1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80912, C2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 52,593, D ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19670 છે. E1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 56 છે.
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે આઠ કલાકે જાહેર થયું હતું. જેમાં કુલ 55.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 505 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્ર પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 4,74,507 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,60,263 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 છે, જે ગત વર્ષ 127 હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરિણામ નિહાળી શકે છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2017ના 81ની સરખામણીએ વધીને 206 નોંધાય છે. સુરતના નાનપુરા બ્લાઇન્ડ કેન્દ્રનું પરિણામ 100 ટકા જાહેર થયું છે. જ્યારે લુણાવાડાના મહિસાગર કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 11.74 ટકા જાહેર થયું છે. આહવા જિલ્લાનું પરિણામ સૌથી વધારે 77.32 ટકા અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 31.54 ટકા જાહેર થયું છે. માર્ચ 2018ની પરિક્ષામાં કુલ 4,67,100 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 4,59,806 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -