✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

12 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા, કોઇને ઇશારો કરશો તો પણ પરીક્ષા થશે રદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2018 04:40 PM (IST)
1

જો કોઇ વિદ્યાર્થી પેપર તપાસનારા લોકોને લાંચ આપવાના ઇરાદાથી ઉત્તરવહી સાથે પૈસા ચોંટાડે તો તેની પરીક્ષા રદ થશે. સીસીટીવી ફૂટેજમાં જો કોઇ વિદ્યાર્થી ઇશારો કરતો ઝડપાય તો તેનું જે તે વિષયનું પરિણામ રદ થશે. પરીક્ષાખંડમાં જો કોઇ વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ સાથે ઝડપાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના આચાર્યો પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાંયધરી માંગવામાં આવી છે.

2

3

ઉપરાંત પરીક્ષા દરમિયાન જો કોઇ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની ઉત્તરવહી ઝૂંટવી લો તો તે વિદ્યાર્થીનું પૂરું પરિણામ રદ થશે. જો વિદ્યાર્થી પરીક્ષાખંડમા હથિયાર લઇને ઘૂસે અથવા હિંસક કૃત્ય આચરે તો તેની જે તે પરીક્ષા રદ કરી કાયમ માટે તેને એક્ઝામમાં બેસવા દેવામાં આવશે નહીં.

4

બોર્ડના નિયમો પ્રમાણે, પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવશે. તે સિવાય વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી તેની ઉત્તરવહી ફાડી નાખે તો તેનું સમગ્ર પરિણામ રદ થશે. ઉપરાંત ઉત્તરવહી કે સપ્લીમેન્ટરી ચાલુ પરીક્ષાએ જો વિદ્યાર્થી પરીક્ષક કે નિરીક્ષકને આપ્યા વગર જતો રહે તો તેની પરીક્ષાનું પરિણામ રદ કરીને અન્ય એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

5

ગયા વર્ષ અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, કેલ્ક્યુલેટર વિથ કેમેરા સાથે ઝડપાયા હતા. જેને ધ્યાનમાં લઇને બોર્ડ મોબાઇલ કે કોઇ પણ ઇલેકટ્રોનિક્સ વસ્તુ સાથે વિદ્યાર્થી ઝડપાય તો તેના માટે કડક નિયમ જાહેર કર્યા છે. એટલું જ નહીં ત્યાર પછીનાં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.

6

જો કોઇ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરે તો તેને ક્યા પ્રકારની સજા કરવી તેની પણ જાહેરાત કરાઇ છે. કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેની પરીક્ષા રદ કરવાના પગલા લેવામાં આવશે.

7

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્ધારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્ધારા પરીક્ષાને લઇને નિયમો જાહેર કર્યા છે. 12 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે તેવા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • 12 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા, કોઇને ઇશારો કરશો તો પણ પરીક્ષા થશે રદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.