સુરત: BRTSમાં કાર લઈને ઘૂસી જનાર PI નકુમને શું કરાઈ સજા, જાણો વિગત
સામાન્ય નાગરિક દ્વારા પીઆઈને ખખડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેને પગલે પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. ડીસીપી (ટ્રાફિક) બી.આર.પાંડોરે એસીપી પી.કે.પટેલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. તેમજ ડીંડોલીના એક મર્ડરના ગુનામાં તપાસમાં લાલિયાવાડી ચલાવવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયો મુજબ એક સામાન્ય નાગરિક બીઆરટીએસમાં કાર હંકારવા બદલ પીઆઈ નકુમને કાયદાનું ભાન કરાવે છે. લોકો સાથે દંડનીય કાર્યવાહી કરતી પોલીસના એક અધિકારીએ જ નિયમો તોડતા યુવકે પીઆઈને બરાબરના ખખડાવી નાંખ્યા હતાં. યુવકનો ગરમ મિજાજ પારખવા સાથે પ્રશ્નોનો વરસાત થતાં ગભરાઈ ગયેલા પીઆઈ નકુમે ‘ઈમરજન્સીમાં છું, મ ને જાવ દો’ એવું સતત રટણ કર્યું હતું.
પોલીસની આ મુહિમ વચ્ચે ટ્રાફિકના પીઆઈ એમ.આર.નકુમે બીઆરટીએસમાં કાર હંકારતા સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. તાજેતરમાં જહાંગીરપુરા ખાતે પીઆઈ નકુમ પોલીસની વર્દીમાં કાર લઈ બીઆરટીએસમાં ઘૂસી ગયા હતાં. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી બીઆરટીએસમાં વાહન ચલાવનારા સામે પગલાં ભરવાના પણ આદેશ આપ્યા હતાં. પોલીસે પણ બીઆરટીએસમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો નહીં ચલાવવા બાબતે અનેકવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજ્યા હતાં.
બીજી બાજુ બીઆરટીએસ પ્રકરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક ડીસીપીએ આ ઘટનામાં ઈન્કવાયરી મૂકી દીધી હતી. શહેરમાં બીઆરટીએસ રૂટમાં વાહનચાલકોને મનાઈ ફરમાવાઈ છે.
જોકે બીઆરટીએસમાં કાર લઈ ઘૂસી જનારા ચર્ચાસ્પદ પીઆઈ નકુમને સસ્પેન્ડ કરી દેવાયા છે. મહિના પહેલા ડીંડોલીના એક મર્ડરના ગુનાની તપાસમાં વેઠ ઉતારતા પોલીસ કમિશનવરે શિક્ષાત્મક પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા છે.
સુરત: શહેર પોલીસ સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અનેકવિધ કાર્યક્રમો યોજી રહી છે. પોતે જ કમિશનર પણ ટ્રાફિકના મુદ્દે અંગત રસ લઈ અવનવા પ્રયોગો કરી રહ્યા છે ત્યારે શહેરના એક ટ્રાફિક પીઆઈ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -