કોડીનારના ચકચારી સગીરાના હત્યા કેસમાં શું સામે આવી ચોંકાવનારી વિગત? જાણો વિગત
સોમવારે રાતે 16 વર્ષીય સગીરાની લાશ ઉના બાયપાસ પાસે આવેલી જંગલની ઝાડીમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ધોરણ-11માં ભણતી વિમાંશીની તિક્ષ્ણ હથિયારના 37 ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે શકમંદ યુવકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉના બાયપાસની ઝાળીમાંથી વિમાંશીની લાશ મળી હતી. પોલીસને હાથ લાગેલી મોબાઇલ કોલ ડિટેલ પ્રમાણે વિમાંશી રાતે તેની સાથે અભ્યાસ કરતાં યુવકોને મળવા ગઈ હતી. વિમાંશીના શરીર પર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે કોઈએ બળજબરી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડ્યો હતો. જોકે, પરિવારે પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડાયો હતો.
જોકે, હત્યાના 24 કલાક પછી પણ આરોપીઓ પકડાયા નથી. બીજી તરફ સગીરાના પિતા વિમલભાઈએ કશ્યપ પુરોહિત અને તેની પ્રેમીકા ધરતી પુરોહિતે હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, આ હત્યામાં કશ્યપના પિતાએ મદદગારી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કોડીનારના વેપારી વિમલભાઈ ધનસુખભાઈ ઠકરારની દીકીરી વિમાંશી સોમવારે રાતે 8.30થી નવ વાગ્યા દરમિયાન કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. પરંતુ દીકરી અડધા કલાક સુધી દીકરી ક્યાંય ન દેખાતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, તેનો કોઈ પત્તો ન લાગતાં તેમણે પોલીસને જાણ કરી હતી. દરમિયાન બીજા દિવસે સવારે વિમાંશીની લાશ મળી આવી હતી.
કોડીનારઃ શહેરના ચકચારી સગીરા હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોહાણા સમાજની સગીરાની હત્યા એક યુવક અને યુવતીએ કરી હોવાની તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં એક તરફી પ્રેમમાં સગીરાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.