ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં વધુ એક છબરડો, ધો-૪ના પુસ્તકમાં રોજાનો અર્થ ઝાડા-ઉલ્ટી રોગ છપાઇ ગયો
તાજેતરમાં જ, ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ સામે આવતાં ખ્રિસ્તી સમુદાયે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને દેખાવો કરી પુસ્ત પાછુ ખેંચવા માંગણી કરી હતી, જે વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા ફરી એક મોટો વિવાદ સર્જાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી ગંભીર ક્ષતિ બદલ મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગીની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. તો, આ ભૂલને લઇ પાઠય પુસ્તક મંડળની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે. પુસ્તકમાં જે શબ્દો હિન્દીમાં લખાયા છે તે મુજબ, રોજા શબ્દનો અર્થ એક 'ચાતક તથા સંક્રામક રોગ જિસમેં દસ્ત ઔર કૈ આતી હૈ' લખવામાં આવ્યો છે. રોજા મુસ્લિમ સમાજમાં પવિત્ર શબ્દ મનાય છે અને તેમાં આવી ભૂલના કારણે મુસ્લિમ સમુદાયમાં નારાજગી ફેલાઇ છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા તાજેતરમાં શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. ધોરણ ૪ હિન્દી માધ્યમમાં પણ પાઠય પુસ્કત મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરી સ્કૂલોમાં મોકલાયા હતા. જેમાં હિન્દી પ્રથમ ભાષાના પુસ્તકમાં ગંભીર ભૂલ થઇ હોવાની બાબત પ્રકાશમાં આવી છે. હિન્દીના પુસ્તકમાં પ્રકરણ ૩ ઇદગાહનું છે, જે પ્રકરણ પૂર્ણ થયા બાદ પાઠમાં આવતા અઘરા શબ્દનો અર્થ સમજાય તે માટે શબ્દાર્થ આપેલા છે. જેમાં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે.
ધોરણ-4ના હિન્દી માધ્યમના પુસ્તકમાં પ્રથમ ભાષાના વિષયનાં પ્રકરણ-3માં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે. જેના કારણે ભારે વિવાદ ઊભો થયો છે.
અમદાવાદઃ ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા બહુ મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ચારેબાજુથી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને તાત્કાલિક ધોરણે ગંભીર ક્ષતિયુકત આ પુસ્તક પાછું ખેંચવા માંગ ઉઠી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -