✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તોગડિયા ઉપવાસ પર, સરકારને યાદ કરાવ્યા કરેલા વાયદા, સાથે રાખી આ માંગો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2018 03:31 PM (IST)
1

તોગડિયાએ કહ્યું કે, પ્રવીણ તોગડિયાનું મસ્તક કપાશે હિન્દુ સાથે ગદ્દારી નહી કરે, હું કરોડો હિન્દુઓની ઈચ્છાનો સેવક બન્યો છું, અમારી માંગ છે સંસદમાં કાયદો બને રામજન્મભૂમિ મંદિરનું કાયદો બને, ગૌ હત્યાનો, સમાન નાગરિક બિલનો પણ સમાવેશ કરવામાં આવે.

2

ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના સમર્થક ઉમેદવારની હાર બાદ પ્રવિણ તોગડિયા વિહિપથી છૂટા થયા હતા. તોગડિયા રામમંદિર બને તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. જોકે આ ઉપવાસ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી નથી. તોગડિયાએ ઉપવાસ દરમિયાન લોકોને સંબોધ્યા છે, તેમાં કેટલીક માંગોનો ઉલ્લેખ કર્યો હતો.

3

4

મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, સત્તામાં નહોતો ત્યારે જેનો વિરોધ કરતાં હતા સત્તામાં આવીને એને આગળ વધાર્યું, જેમાં મનરેગા, આધાર કાર્ડ, જીએસટી રિટેઈલમાં એફડીઆઈમાં યુ-ટર્ન લીધો છે.

5

6

તેમને વધુમાં કહ્યું કે, 4 લાખ હિન્દુઓને ઘર મળે, 3 કરોડ બાંગ્લોદેશીઓને હટાવાય, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, દેશમાં પેટ્રોલ સસ્તુ નથી રખાતું, શ્રીલંકા ભારત પાસેથી ખરીદીને સસ્તામાં વેચે છે, 80માંથી 40 રૂપિયા સરકાર લઈ લે છે. લોકોને યોગ્ય ન્યાય મળવો જોઇએ.

7

તોગડિયાએ ઉપવાસ સ્થળ પરથી કહ્યું કે, ચાર વર્ષ છતાં માંગણીઓ પુરી થઈ નથી. હવે શું મંદિર બનશે તો પ્રવીણ તોગડિયાનું બનશે? નહીં મંદિર ભગવાન શ્રીરામનું બનશે, એક વાત યાદ રાખજો કે તમારી પાસે જે સત્તા છે, તે હિન્દુઓની લાશો પર મળી છે. તમે જે વાયદા કર્યા હતા તે પુરા કરો, હજારો હિન્દુઓના આજીવન કારાવાસને કારણે તેમના સંતાનો આજે રડી રહ્યા છે.

8

અમદાવાદઃ વિહિપના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રિય મહામંત્રી એવા તોગડિયા અયોધ્યામાં રામમંદિર જલ્દી બને તેની માંગની લઇને અનિશ્ચિતકાળ સુધીના ઉપવાસ પર ઉતર્યા છે. તોગડિયા અમદાવાદના પાલડી સ્થિત ડો.વર્ણીકર ભવન ખાતે જ ઉપવાસ કરી રહ્યાં છે. તેમની સાથે સંતો અને મહંતો સાથે ઉપવાસ પર છે.

  • હોમ
  • ગુજરાત
  • તોગડિયા ઉપવાસ પર, સરકારને યાદ કરાવ્યા કરેલા વાયદા, સાથે રાખી આ માંગો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.