✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રેદશ પ્રમુખ બનતાં જ કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Mar 2018 09:21 AM (IST)
1

આ સાથે નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાને પોતાની નવી ટીમ બનાવી કામ કરવાની મજા આવે એટલે હું વાઈસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપું છું.

2

પરંતુ નવા પ્રમુખ અમિત ચાવડા પ્રેસિડેન્ટ શિપના તાજ પહેરે એ પહેલા જ વિખવાદ ઉભો થયો હતો. પાર્ટીના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના વાઈસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવ રિસાઈ ગયા.

3

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ સારું પર્ફોર્મન્સ તો આપ્યું જ હતું પણ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલ પ્રદેશનો આંતરિક વિખવાદ સમ્યો નહીં. પ્રજાએ મજબુત વિપક્ષ બનાવ્યો પણ વિપક્ષ પાર્ટીનો તાજ વિવાદમાં મુકાયો હતો.

4

મૌલિન વૈષ્ણવે મોડી સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી રાજીનામું આપ્યું હતું. રાજીમાનામાં તેઓ જણાવે છે કે આપના દ્વારા નક્કી કરાયેલા નવા પ્રમુખને અભિનંદન પાઠવું છું.

5

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદની રેસ તો ઘણા સમયથી ચાલી રહી હતી જેના માટે ગુજરાતના કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હી સુધી લાંબા થયા હતાં. અંતે કેન્દ્રીય કોંગ્રેસની ટીમે સોંલકી અને ચાવડા પરિવાર પર જ વિશ્વાસ મુક્યો કારણ કે માધવસિંહ સોલંકીની સરકારથી આ બંને પરિવાર હંમેશા કોંગ્રેસ વફાદાર રહ્યા છે.

6

મનામણા અને સમજાવટો લાંબો સમય ચાલી પણ અંતે કોંગ્રેસ ભરતસિંહને રજા આપી દીધી હતી, પણ ભરતસિંહના મામાના દીકરા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો હતો.

7

પ્રમુખની જાહેરાત થતાં જ પોતે વાઈસ પ્રેસિડેન્ટ પદેથી રાજીમાનું આપી દીધું હતું. આમ તો કોગ્રેંસ પાર્ટી વંશવાદમાં અગ્રેસર રહી છે, અને એ જ બન્યું હોય તેવું લાગે છે. અમિત ચાવડાની તાજ પોશી થતાં જ મૌલિન વૈષ્ણવે રાજીનામું આપ્યું હતું જેના કારણે કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રેદશ પ્રમુખ બનતાં જ કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.