આ વર્ષે 25 જુલાઈ સુધીમાં જ 68 ટકા વરસાદ ખાબક્યો, જાણો ગયા વર્ષે કેટલો પડ્યો હતો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારની સ્થિતિ મુજબ આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તા. ૨૯ અને ૩૦ સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે કુદરતી વાતાવરણ ગમે ત્યારે પલ્ટી જતુ હોવાથી આગાહી પણ દર વખતે સત્ય સાબિત થતી નથી. આગોતરા આયોજન અને બચાવ રાહત સહિતની કામગીરી માટે સમગ્ર તંત્ર હાઈએલર્ટ પર છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 150 લોકોના મોત થયાના અહેવાલ છે. બનાસકાંઠા વિસ્તારમા પૂરના પાણી ઓસરે પછી મૃત્યુઆંક ઘણો વધવાની ભીતિ વ્યકત થઈ રહી છે.
ડેમોમાં નવા નીરની આવકને કારણે પીવાના પાણીની બાબતમાં ધરખમ રાહત થઈ ગઈ છે પરંતુ જમીન ધોવાણ અને જાનમાલની નુકશાની મોટા પ્રમાણમાં છે.
દર વર્ષે સામાન્ય રીતે તબક્કાવાર વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે જૂન પૂરો થતા જ શરૂ થયેલા વરસાદે જુલાઈ મધ્યેથી ભયંકર ગતિ પકડી છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા કલ્પનાતિત પરિસ્થિતિ સર્જાયેલ છે.
રાજકોટ: રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગયા વર્ષે ૨૫ જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ ૨૬ ટકા જેટલો વરસાદ પડેલ. જ્યારે આ વખતે ગઈકાલની ૨૫ જુલાઈ સુધીમાં મોસમના કુલ સરેરાશ વરસાદના ૬૮ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાના વિસ્તારોમાં મોટી ખુવારી સર્જાયેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -