ભરુચઃ યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો અંજામ?
આ અંગેની વિગતો એવી છે કે, ડભાલીની સગીરાને તેના જ ગામના અક્ષય વસાવાના નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. યુવકે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ પછી યુવકે લગ્ન કરવાની ના પાડી દેતાં સગીરા ભાંગી પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરે પરત આવેલી દીકરીની પરિવારે પૂછપરછ કરતાં અક્ષયે લગ્નની લાલચ આપીને બદકામ કર્યું હોવાનું જણાવ્યું હતું. જેના બીજા દિવસે સવારે ભાવના સળગેલી હાલતમાં ખેતરમાંથી મળી આવી હતી. મૃતકની માતાની ફરિયાદને આધારે પોલીસે પેનલ પીએમ કરાવી અક્ષય વસાવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરુચઃ ભરુચ તાલુકાની એક સગીરાએ પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવક ફરી જતાં યુવતીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ સગીરાના પરિવારજનો લગાવી રહ્યા છે. ત્યારે પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીના અપમૃત્યુ માટે પરિવારજનોએ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. મૃતકની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં ગામના જ અક્ષયે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સગીરા 18 જુલાઇએ ઘર છોડી અક્ષયના ઘરે જતી રહી હતી, પરંતુ અક્ષયે લગ્નની ના પાડી દેતા તેના પિતા સોમાભાઈ મોડી રાત્રે ભાવનાને તેના ઘરે મૂકી ગયા હતા.
ગત 19મી જુલાઇના રોજ ડભાલીના શિવા મુન્શી વસાવાની 15 વર્ષીય દીકરી ભાવના સવારે કુદરતી હાજતે ગયા બાદ તેમના ઘરની પાછળ આવેલા શેરડીના ખેતરમાં સળગેલી હાલતમાં મળી આવી હતી. બેભાન હાલતમાં મળી આવેલી સગીરાને ભરુચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, પાંચમાં દિવસે તેનું મોત નીપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -