ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીમાં મતદાન દરમ્યાન વીવીપીએટી (વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ)નો ઉપયોગ કરવામાં આવશે. ઇવીએમ મશીનની વિશ્વસનીયતા સામે વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા શંકાઓ વ્યક્ત કરાયા બાદ બેલેટ પેપર દ્વારા મતદાનની માગણી ઊઠી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી માટે ભાજપે સંપુર્ણ તૈયારી કરી લીધી છે જયારે કોંગ્રેસ હજુ અંધારામાં હોવાનુ જણાય છે. સરકારી તંત્રને નક્કી કરેલા લક્ષ્યાંક ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરા કરી દેવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત થશે એ નક્કી છે. દેશભરમાં આ ચૂંટણી ભારે ઉત્તેજના જગાવશે એ પણ નક્કી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની નબળાઇ ભાજપ માટે સૌથી મોટો ફાયદો સાબીત થાય તેવુ જણાઈ રહ્યુ છે.
વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કરશે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે. પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. પરિણામો ચૂંટણીના 10 દિવસ બાદ થવાની સંભાવાના છે. ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાઈ તેવી શક્યતા છે. મીડિયા રીપોર્ટ્સમાં આ ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર ચૂંટણી પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. જેની સંભવિત જાહેરાત ઓક્ટોબરમાં પ્રારંભમાં કરવામાં આવી શકે છે. જો કે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -