ગુજરાત સરકારે ક્યા ફિક્સ પગારદારો માટે બહાર પાડ્યો મહત્વનો પરિપત્ર? જાણો શું છે પરિપત્રમાં?
વિદ્યાસહાયકો ઉપરાંત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનો કર્મચારીલક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 2359 કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના 2072 કર્મચારીઓ મળી કુલ 4431 કર્મચારીઓને લાભ અપાશે, જેના લીધે રાજ્ય સરકાર પર રૂ.27.18 કરોડનો વાર્ષિક બોજો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાસહાયકોને આપવામાં આવેલા પગાર વધારા અંગેનું નોટિફિકેશન સરકારે 9 ઓગસ્ટના રોજ બહાર પાડ્યું છે. નાયબ સચિવ વિ. ટી. મંડોરાના હસ્તાક્ષર સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યં છે. જેમાં વિદ્યાસહાયકોનો ફિક્સ પગાર પેટે 11500ની જગ્યાએ હવે 19950 રૂપિયા મળશે. નોટિફિકેશન અનુસાર આ નિર્ણય 1 ફેબ્રુઆરી, 2017થી લાગુ કરવામાં આવશે.
આ નિર્ણય પછી વિદ્યાસહાયકોને રૂપિયા 19,950નો પગાર ચૂકવાશે. સરકારના જણાવ્યા મુજબ, વિદ્યાસહાયકોના પગારવધારાને કારણે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 250 કરોડનો બોજો પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ 1 ફેબ્રુઆરી, 2017ની પાછલી અસરથી અમલી કરવામાં આવશે એવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
જે અંતર્ગત ગુજરાત સરકારે વિદ્યાસહાયકોના પગારમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને રાજ્યમાં આવનારી ચૂંટણી સંલગ્ન માનવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21,300થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે રૂપિયા 11,500નો પગાર ચૂકવવામાં આવે છે.
અમદાવાદ: થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી વિજય રુપાણીના 61માં જન્મદિવસની ઉજવણી કરતાં ગુજરાત સરકારે કેટલાક વિભાગો માટે ખૂબ મહત્ત્વના નિર્ણય લીધાં હતા. જેમાં ફિક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના વેતનવધારો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વીજ ક્રમચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે હવે વિદ્યાસહાયકોના પગાર વધારાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -