રાજ્ય સરકારના ક્યા વિભાગના કર્મચારીઓને સાતમા પગાર પંચનું એરીયર્સ આપવાની થઈ જાહેરાત? જાણો વિગત
આ અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરિયર્સની ચૂકવણી કરવામાં આવી હતી, તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. જેનો પ્રથમ હપ્તો જુલાઈ-2018, બીજો હપ્તો સપ્ટેમ્બર-2018 અને ત્રીજો હપ્તો નવેમ્બર-2018માં એમ ત્રણ સરખા હપ્તામાં એરિયર્સની રકમ ચૂકવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને 1 ઓગષ્ટ 2017થી સાતમાં પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પરંતુ 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઈ 2017 એટલે કે કુલ 19 માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. સાતમા પગાર પંચનો લાભ 48000થી વધારે અધિકારી-કર્મચારીઓને લાભ મળશે. આ એરિયર્સને કારણે વીજ કંપનીઓ 521 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
અમદાવાદઃ ગુજરાતના વીજ કર્મચારીઓને રાજ્ય સરકારે ખુશ ખબર આપ્યા છે. ઉર્જાપ્રધાન સૌ પટેલે વીજ કરમચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓને 19 મહિનાનું એરિયર્સ 3 મહિનામાં હપ્તેથી ચૂકવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -