‘પદ્માવત’ ફિલ્મને લઈને કરણી સેનાએ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કર્યો ઉગ્ર વિરોધ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા, પાલનપુર, કડી, કલોલ તરફની ST બસ બંધ કરાઈ છે. પાટણ ST ડેપોની તમામ રૂટની બસ સેવા બંધ કરાઈ છે. મહેસાણા ડિવિઝનની સૂચના મળ્યા બાદ જ આ સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
મોડાસા, ઈડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરાયા છે. પદ્માવતના વિરોધને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત તરફ જતી ST બસોની સર્વિસ બંધ કરી દેવાઈ છે. પદ્માવત ફિલ્મનાં વિરોધને જોતા તકેદારીનાં ભાગરૂપે એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મ વિરોધને પગલે જિલ્લામાં 100થી વધુ બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. પાલનપુરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસો પણ બંધ કરી દેવામાં આવી છે. અંબાજીથી અમદાવાદ જતી બસો પણ બંધ કરાઈ છે. જિલ્લામાં વિરોધના પગલે તકેદારીના ભાગરૂપે 100 જેટલી બસો બંધ કરાઈ જેને પગલે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હિંમતનગર ST ડેપોની રૂટની બસ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
પદ્માવત ફિલ્મને કારણ સમગ્ર ગુજરાતમાં 300થી વધુ એસટીના રૂટો બંધી કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રાજપૂતો ‘પદ્માવત’ની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ટાયરો સળગાવી કે બસો રોકીને વિરોધ પ્રદર્શ કરી રહ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પણ રાજપૂત સમાજે પણ હાઈવે પર ટ્રાફિક જામ કરી દીધો છે. ઉંઝા તાલુકા અને રાજપૂત યુવા સંગઠન દ્વારા ઊંઝા-મહેસાણા હાઈવે બ્લોક કર્યો. જ્યારે ઉનાવા પાસે પણ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ, જેમ-જેમ પદ્માવતની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે.
નવસારીમાં ‘પદ્માવત’ના વિરોધમાં હિંદુ સેના, વીએચપી અને કરણી સેનાએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ હાઈવે પર ટાયરો સળગાવીને વાહન-વ્યહાર રોકી દીધો હતો. તો વડગામ-ખેરાલુ હાઈવે પણ મહાકાલ સેનાએ ચક્કાજામ કર્યો હતો.
અમદાવાદ: ‘પદ્માવત’ ફિલ્મના રીલિઝને લઈને ચાલી રહેલા વિવાદને કારણે કરણી સેનાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતના નાગરિકોને તેની અસર થઈ રહી છે. શનિવારે કરણી સેનાના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરી હતી. તેમજ એસટી બસોને પણ આગ લગાવી હતી. જેને પગલે પહેલા ઉત્તર ગુજરાત અને બાદમાં સુરક્ષાના કારણોસર મધ્ય ગુજરાત તરફ જતી એસ.ટી બસોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -