આખું ગીર સોમનાથ પાણી જ પાણી, સુત્રાપાડાના ભુવાટીંબી ગામની આવી છે હાલત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ: જુનાગઢ જીલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે મંગળવારે મેઘરાજાએ કેશોદ પંથકને ધમરોળી નાખ્યું હતું. જીલ્લાના સુત્રાપાડામાં છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ભુવાટીંબી ગામ બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય બજારમાંથી જાણે નદીમાં આવેલા ઘોડાપુરની જેમ પાણી વહી રહ્યું હતું.
ઊનામાં થોડા વિરામ બાદ વરસાદ ફરીથી પોતાની ઈનિંગ શરૂ થઈ હતી. ઉનામાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ફરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અમરેલીના ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હજારો ગ્રામજનો પૂરમાં અટવાયા છે, જેના કારણે અતિવૃષ્ટિથી ગ્રામજનો માટે ઉપર આભ અને નીચે પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કેશોદ પંથકના ઘણાં ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. અહીં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. ભારે વરસાદથી સાબલી ડેમમાં સારી એવી પાણીની આવક થઇ છે. સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.
નદીમાં પાણીની સપાટી વધતા પાણી ગામમાં ઘુસ્યા છે. ભુવાટીંબી ગામમાં કમરસમા પાણી ભરાયા છે. ગામની શેરીઓમાં નદીના પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુંકશાન થયું છે. ગામમાં જ અન્ય સ્થળે જવા દોરડાનો સહારો લેવાઈ રહ્યો છે. ખેતી બેહાલ બની ગઈ છે.
ગત વર્ષે ભુવા ટીંબી ગામ જળબંબાકાર થયું હતુ. જેમા અસંખ્ય પશુઓના મોત નિપજયા હતા. ત્યારે ચાલુ વર્ષે પડેલા અનરાધાર વરસાદે ગત્ત વર્ષની યાદ ભુવાટીંબી ગામના લોકોને અપાવી દીધી છે.
8 દિવસમાં 40 ઈંચ સુધી વરસેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી જેના કારણે ત્રણ-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી બાદ ચાલી રહેલ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે ગીર સોમનાથ, સોરઠ, અમરેલી અને જામનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલ સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે માણાવદરમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં વરસતા સમગ્ર શહેર પાણીથી લથપથ થઇ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -