✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યસરકારે બ્લૂ વ્હેલ ગેમ રોકવા શરૂ કરી હેલ્પલાઈન, જાણકારી આપનારને એક લાખનું ઈનામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Sep 2017 04:45 PM (IST)
1

બ્લૂ વ્હેલ ગેમ પર રોક લગાવવા માટે સરકારે આ જાહેરાત પણ કરી કે, બ્લૂ વ્હેલ સંબંધિત જાણકારી હેલ્પલાઈન નંબર પર આપનાર શખ્સને એક લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, આ ગેમને લઈને તમામ જિલ્લાના એસએસપી, કલેક્ટર અને પોલીસને ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

2

અમદાવાદ: રાજ્ય સરકારે બ્લૂ વ્હેલ ગેમના કારણે બનતી ઘટના પર નિયંત્રણ લાવવા આ ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ આ ગેમ રમનારની સંખ્યા વધતી જાય છે. સરકારે બ્લૂ વ્હેલ ગેમને લઈને હેલ્પલાઈન નંબર પણ શરૂ કર્યો છે. આ હેલ્પલાઈન નંબર પર કોઈ પણ વ્યક્તિ બ્લૂ વ્હેલ ગેમ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની જાણકારી આપી શકશે. આ બ્લૂ વ્હેલ લિંક ક્યાંથી મળી રહી છે અને કોણ રમી રહ્યું છે તેવી અનેક જાણકારીઓ સામેલ છે.

3

તે સિવાય બ્લૂ વ્હેલ ગેમની જાણકારી હેલ્પલાઈન નંબર પર આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. રાજ્ય સરકારે બ્લૂ વ્હેલ ગેમને રોકવા પૂરો પ્રયત્ન કરી રહી છે. જેથી યુવા આ ગેમ ના રમે અને કોઈ દૂર્ધટનાથી બચી શકે. જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ બનાસકાંઠાના એક યુવકે આ બ્લૂ વ્હેલ ગેમના અંતિમ ટાસ્ક પૂરો કરવા માટે પાણીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દુનિયાભરમાં 130થી વધુ યુવાનોએ આ બ્લૂ વ્હેલ ગેમના શિકાર બન્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • રાજ્યસરકારે બ્લૂ વ્હેલ ગેમ રોકવા શરૂ કરી હેલ્પલાઈન, જાણકારી આપનારને એક લાખનું ઈનામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.