પાલનપુરઃ યુવતીને રૂમમાં લઈ જઈ યુવકે માણ્યું સેક્સ ને ભુવાજીના સેવકે ઉતાર્યો વીડિયો, જાણો પછી શું થયું?
ભુવાજીએ યુવતીને મંત્ર શીખવાડી પોતાની સાથે ખરાબ કામ કરવાની માંગણી કરી શારીરીક અડપલા કરવાના શરૂ કરી દીધા હતા. જોકે, યુવતીએ ના પાડતા ભુવાજીએ રાહુલ સાથે જવાનું કહ્યું હતું. આ પછી રાહુલ યુવતીને રૂમમાં લઈ ગયો હતો. આ પછી રાહુલે સેવકની હાજરીમાં બળાત્કાર ગુજારી અશ્લિલ વીડિયો ઉતારી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરની યુવતીને કુંભાસણ ગામના રાહુલ ઈશ્વરભાઈ ગેલોતર નામના યુવકે નોકરી અપાવવાની લાલચ આપીને 1.25 લાખ રૂપિયા લીધા હતા. જોકે, આ પછી તેણે નોકરી અપાવવા વધુ બે લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, યુવતીએ પૈસાની સગવડ ન હોવાનું કહેતા રાહુલે ભુવાજી પૈસાની વ્યવસ્થા કરી આપશે, તેમ કહી તેમની પાસે જવાનું કહ્યું હતું.
પાલનપુરઃ પાલનપુરની એક યુવતીને નોકરી આપવાની લાલચ આપીને એક યુવકે 1.25 લાખ રૂપિયા પડાવ્યા પછી ભૂવાજી પાસે લઈ ગયો હતો અને અહીં એક રૂમમાં લઈ જઈને યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોને આધારે ફરીથી બ્લેકમેલ કરી વધુ 30 હજાર રૂપિયા પડાવી લેતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
યુવતીને આ વીડિયો બતાવેલો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવતી પાસેથી ફરીથી રૂપિયા ૩૦ હજાર પડાવી લઈ નોકરીના બહાને વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ યુવતીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દોઢ મહિના પહેલા રાહુલ, મુક્તલીમ ઉર્ફે મુકો ઉસ્માનભાઈ માછલીયા (મુમન) (રહે.જામપુરા,પાલનપુર) અને યાસીન ગુલામરસુલ માછલીયા (યાસીન ચાચા ડાંગીયા) (રહે.જામપુરા,પાલનપુર) ઈકો ગાડી લઈ યુવતીના ઘરે આવ્યા હતા. આ પછી યુવતીને યાસીન ગુલામરસુલ માછલીયાના ઘરે લઈ ગયા હતા. ત્યાં પહેલાથી જ ભુવાજી અને તેમનો સેવક હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -