ગુજરાતી સ્ત્રીઓ શરાબ પીવામાં પંજાબણો કરતાં આગળ, જાણો ક્યાંની સ્ત્રીઓ છે સૌથી વધુ પિધ્ધડ?
ઉલ્લેખનીય છે કે, ગત ઓકટોબરમાં ગુજરાત લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં ર૬ લોકોના મોત થયા હતા. ૯મી માર્ચ ર૦૧૭ના રોજ ગુજરાત હાઇકોર્ટે ગયા વર્ષે સુરતમાં લઠ્ઠાકાંડમાં મોત પામેલા લોકો માટે રાજય સરકારને જવાબદાર ઠેરવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત માટેના આ આંકડાઓ ચોંકાવનારા છે કારણ કે એક તો દારૂબંધી છે અને તાજેતરમાં નવો પ્રોહીબીશન કાયદો અમલી બન્યો છે જેમાં દારૂના વેચાણ અને ખરીદી માટે ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે એટલુ જ નહી રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ પણ થઇ શકે છે.
ગુજરાતમાં ૧પ અને ૪૯ વર્ષની વય વચ્ચેના ૧૧ ટકા પુરૂષો દારૂ પીવે છે. જેમાં શહેરી વિસ્તારના ૧૦.૬ ટકા અને ગ્રામીણ વિસ્તારના ૧૧.૪ ટકા પુરૂષોનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂની પરમીટની સંખ્યા પ૬,૦૦૦ની છે આનો અર્થ એ થયો કે બાકીના ૧૧ ટકા જેટલા લોકો દારૂ માટે બુટલેગરોનો સંપર્ક સાધતા હોય છે. ડેટાનુ વિશ્લેષણ કરતા જણાય છે કે, ગુજરાતમાં ૪૦ લાખ જેટલા પુરૂષો અને મહિલાઓ દારૂ પીવે છે.
હાલમાં જ જાહેર થયેલા આંકડા અનુસાર, ગુજરાતના શહેરી વિસ્તારની ૦.૧ ટકા મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારની ૦.૪ ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. બીજી તરફ પંજાબમાં શહેરી વિસ્તારમાં ૦.૧ ટકા મહિલાઓ જ દારૂ પીવે છે જયારે ગ્રામીણ વિસ્તાર કોઇ મહિલાઓ દારૂનુ સેવન કરતી નથી. આ સામે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૦.૩ ટકાની આસપાસ મહિલાઓ દારૂ પીવે છે.
નવી દિલ્હીઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના 2015-16નો અહેવાલ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યો છે. અહેવાલ અનુસાર પંજાબ કરતા ગુજરાતમાં મહિલાઓ વધુ દારૂ પીવે છે. પંજાબમાં દારૂબંધી નથી, જયારે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં ૧પ અને ૪૯ વર્ષની વયની વચ્ચે ૦.૩ ટકા મહિલાઓ દારૂ પીવે છે. જયારે પંજાબમાં માત્ર ૦.૧ ટકા મહિલાઓ જ દારૂનું સેવન કરે છે તેમ ડેટા જણાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -