✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારમાં વિઠ્ઠલ રાદડિયાને પ્રધાન કેમ નહીં બનાવાય? રાદડિયાએ પોતે જ આપ્યું ચોકાવનારૂં કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 12:15 PM (IST)
મોદી સરકારમાં વિઠ્ઠલ રાદડિયાને પ્રધાન કેમ નહીં બનાવાય? રાદડિયાએ પોતે જ આપ્યું ચોકાવનારૂં કારણ
1

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા માટે રાદડિયા સહિતના પાટીદારોને ભાજપમાં મહત્વ મળે તેવી પૂરી શક્યતા છે. રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી તેમને ભાજપ સાચવી લે તેવી પૂરી શક્યતા છે.

2

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એક જ ઘરમાંથી બે મંત્રી ન બની શકે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે તેના સંદર્ભમાં વિઠ્ઠલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે લોકોને મંત્રી બનાવે તેવું પાર્ટી કરે નહીં છતાં મને કહેશે તો હું દિલ્હી જઈશ.

3

મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વિઠ્ઠલભાઇ દિલ્હી જવા પણ રવાના થઇ ગયા છે પણ વિઠ્ઠલભાઇ રાદડિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું ચંદીગઢ છું. દિલ્હીથી હજી સુધી આવા કોઇ મેસેજ મળ્યા નથી પણ દિલ્હીથી આવા કોઇ મેસેજ આવે તો હું જઇશ.

4

રાજકોટ: પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપીને પ્રધાનપદ અપાશે તેવી ચર્ચા ચાલે છે. રાદડિયાને તાબડતોબ હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તેમજ મોદી પ્રધાનમંડળમાં તેને સ્થાન મળશે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું છે.

5

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સરકારના 6 પ્રધાનોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે અમિત શાહની હાજરીમાં તેમણે સંગઠન મહામંત્રી રામલાલને રાજીનામાં આપ્યાં હતાં.

6

નવા પ્રધાનો ક્યારે શપથ લેશે એ મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નહોતું પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વડાપ્રધાન મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે રવાના થાય એ અગાઉ રવિવારે સવારે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. હજુ વધારે પ્રધાનો રાજીનામાં આપે એવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટના ફેરફારમાં મોદી-શાહનું ફોકસ નવા સામાજિક સમીકરણો પર રહેશે.

  • હોમ
  • ગુજરાત
  • મોદી સરકારમાં વિઠ્ઠલ રાદડિયાને પ્રધાન કેમ નહીં બનાવાય? રાદડિયાએ પોતે જ આપ્યું ચોકાવનારૂં કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.